________________
હર,
શુભ ગ્રહ-ભાગ ૧ હૈ બનાવી છે, કે એશઆરામથી અને ધીમા ઝેરથી આપણી જાતે ખવાઈ ગઈ છે. સૂતે સૂતે મેમાં કોળીઓ મૂકનાર મળવાથી બેસીને હાથે ખાવાની તેમજ તેમાં શું શું વસ્તુઓ આવે છે તે જોવાની તસ્દી જ આપણે ના લીધી. કૂવા, ઘંટી, ગાય અને રેંટીઆ, એ ચારનો વપરાશ દરેક ઘરમાં હતા. તે જવાથી સ્ત્રીઓમાં હીસ્ટીરિયા, કસુવાવડ, સુવાગ અને ક્ષયરોગ વધીને ૨૦ થી ૨૫ વરસમાં તેમનાં મરણ થવા લાગ્યાં છે. પુરુષોની પણ તેવી જ દશા થઈ છે. આપણું હમેશના જીવનની ઉપયોગી ચીજોમાં પણ આ પ્રમાણે પરાધીનતા થઈ છે, તે હવે જાગે ! કુંભકર્ણની નિદ્રા ત્યાગ ! સૂર્યોદયનાં કિરણે ફૂટી ચૂક્યાં છે, માટે એશઆરામવાળી પરદેશી ચીજો કે જે ધર્મ, ધન અને આરોગ્યનું સત્યાનાશ કરનાર છે, તેને એકદમ તજે ! જીવનને સાદુ અને મહેનતુ તથા તમારા વડીલેની પેઠે ૧૦૦ વરસ જીવતું રહે તેવું કરો અને પિતાના પગ પર ઉભા થાઓ !” ૪૩–મૃત્યુનો મહિમાઅથવાકાણુ–મહોકાણ (લેખક:-ચતુરભાઈ શંકરભાઈ પટેલ બી.એ. “ક્ષત્રિય'-માગશર ૧૯૨૫)
ગુજરાતમાં ઘર ઘાલી બેઠેલા ફૂટવાના અને કાણુ-મહેકાણના સિંઘ રિવાજનો વિચાર કરનારને સહજ સમજાશે કે, એ રિવાજમાં પ્રેમઘેલછા અને અજ્ઞાનના પરમ પ્રદર્શન સિવાય બીજું કંઈ નથી. મૃત્યુનું ખરું સવરૂપ સમજાય તો એ ઘેલછા અને અજ્ઞાનની ઈજાળ આપ આપ નષ્ટ થાય, પણ એમ બનવું સહેલું નથી. જ્ઞાનદીપ અજ્ઞાનાંધકાર તે ફેડી શકે, પણ ઘેલછાની ગહન ગુહાનાં પડ ભેદવાં એના માટે દુષ્કર છે. પ્રેમગાંડું હૃદય સત્ય વસ્તુસ્થિતિને ખાલી આશ્વાસનરૂપ સમજે છે, નેહરંગે રંગાયેલી દષ્ટિ ઐહિક સ્થિતિ સિવાય બીજું કશું જોઈ શકતી નથી. વિરહવ્યાકુળ મન આધ્યાત્મિકતાના ઉ%ાણમાં ઉતરી શકતું નથી. પ્રેમેન્મિત્તતાથી કુંઠિત બનેલી બુદ્ધિ વાનરસાયન જીરવી શકતી નથી. આ બધાં કારણ કરીને અલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com