________________
-vvvvvvvvvv5w
જુવાની માણવાની રીત
પ૭ ગૌરા ગનપત્ત આપ ઔરન દેત તાપ,સબ આપકૅ મકાન મારગઈ દબકી. પીરા પૈગંબરા દિગંબરા દિખાઈ દેત,સિદ્ધકી સિધાઈ ગઈ બહત પૂર સબકી; કાસિ હું તે કલા ગઈ મથુરાં મસીદ ભઈશિવાજી ન હતા તૌ સુન્નત હેત સબકી.
૩૬–જુવાની માણવાની રીત
(“સૌરાષ્ટ્ર” તા. ૧૫-૧૧-૨૪). એક ગામડું છે. કાઠી રાજપૂત કે કઈ પણ કેમનો એક ગામડીઓ જુવાન માથે લાંબા એળેલા વાળ રાખે, ઉપર ફરકતાં છોગાં ખાસી સાફા પહેરે; આડાઅવળા શીવણવાળા-કળાવાળા કબજાઓ પહેરે; નાડીએ પાંચ પાંચ ફુમતાં રાખે; આંખમાં આંજણનાં જાદુ ભરે અને પનીઆરીને કિનારે બેસી વાંસળી બજાવે; એમાં એ જુવાનીની સફળતા માને છે. જુવાની માણવાની એની એ રીત છે.
એક શહેર છે. એક શહેરી જુવાને) મઝાની બાબરી એળે છે; કપાળે નાનો ચાંલ્લો કરે છે, માથે આડી ટોપી મૂકે છે; હાથમાં નાનકડી લાકડી રાખે છે; આંખે ચશ્મા પહેરી ચશ્મા નીચેથી ઝીણી આંખે ઉદ્યાનના બાંકડાઓ ઉપરથી અનેક ઈનિષ્ટ દો જુએ છે ! એની જુવાનીની સાર્થકતા એ એમાં માને છે.
એક સેવાભાવી જુવાન છે. હાથે ધોયેલી જાડી ખાદીનું પહેરણ, ધોતિયું અને ટોપી પહેરે છે. એની આંખે ચશ્મા નથી અને નથી આંજણ; એના હાથમાં નથી વાંસળી કે નથી લાકડી ! એ રસતે જતા અજાણ્યાને રસ્તો બતાવે છે; ડોસીઓ કે ડોસાઓને સહાય આપે છે; ગામમાં પાણીનાં પૂર આવે છે, ત્યારે પૂરમાં તણાતાં પ્રજાજનો કે તેમની માલમત્તાનું રક્ષણ કરવા પાણીમાં ઝંપલાવે છે; ગામમાં આગ લાગે છે, ત્યારે અંદર રોકકળ કરી રહેલાં મનુષ્યોને બચાવવા એ ઝપાટાબંધ ઉપર ચઢી પિતાની ખાંધ ઉપર તેમને ઉતારી લાવે છે; ઇન્ફલુએન્ઝા કે લેગનાં પીડિતાને ઘરે ઘરે જઈ દવા આપે છે–તેમની શુશ્રુષા કરે છે; મેળાઓ વખતે ભૂલેલાને ઘર બતાવે છે; માંદાઓને દવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com