________________
શુભસપ્રહભાગ ૧ જે કડવો અનુભવ થાય છે, તે આને લીધે થાય છે.
તમાકુમાં તે સિવાય ફરફરોલ રહેલું છે. દારૂ કરતાં પણ તે વધારે નુકસાનકર્તા છે. એક સીગારેટમાંથી, પાંચ રૂપીઆભાર વિસ્કીદારૂના જેટલું ફરફરેલ નીકળે છે.
વળી તમાકુના ધૂમાડામાં કાર્બોનીક એસીડ ગેસ પણ હોય છે. આ ગેસ ઘણેજ નુકસાનકર્તા છે, તે જાણીતી વાત છે. આ હવા ફેફસાંમાં જવા-આવવાથી ફેફસાંને નમાલાં કરી નાખે છે અને આ કારણે જ બીડી પીનારા ક્ષયરોગના ભાગ તરતજ થઈ પડે છે.
ઉપરની હકીકત જાણ્યા પછી કયે વિચારશીલ માણસ તમાકુની પડખે ચઢશે ? વ્યસનના ગુલામ તે કદાચ એવી ટેવ ન પણ છોડે; પરંતુ નવું વ્યસન વહોરનાર તે આ વાંચ્યા પછી જરૂર તે ટેવમાંથી દૂર રહેશે.
અમેરિકાની અંદર સીગારેટને ઠાઠડીના ખીલા કહેવામાં આવે છે. અને આ કથન ખરેખર સત્ય છે. અમેરિકામાં એવી કેટલીએક પેઢીઓ છે, જે પિતાને ત્યાં બીડી પીવાવાળાને નોકર નથી રાખતી. હિંદુઓ પણ આ ધોરણ દાખલ કરે તો શું આ બદી ઓછી ન થાય? તમાકુ સાથે રાષ્ટ્રીય લડત ચલાવવાની જરૂર છે અને સ્વરાજય મળ્યા પછી તે તમાકુ દેશપાર થશે, તેમાં કાંઈ શંકા જ નથી.
૩૩-બીડીના શેકીનો સાવધાન!
એક વિદ્વાન એમ. ડી. ડૉકટરે બીડી પીનારા તથા બીડી નહિ પીનારાનાં ફેફસાં તપાસ્યાં. પરીક્ષાનું પરિણામ એ આવ્યું કે, બીડી પીનારા લગભગ બધાનાં ફેફસાંમાં ઉપદ્રવ જોવામાં આવે છે; જ્યારે બીડી નહિ પીનારામાં માત્ર સેંકડે સત્તાવીસ માણસોનાં ફેફસાંમાં ઉપદ્રવ માલૂમ પડે છે. આ ઉપદ્રવને લીધે “લય'નાં જંતુઓ તરતજ ઘર ઘાલી જાય છે અને નબળાં ફસાંવાળા ઉપર હલ્લો કરે છે; તેથીજ બીડી પીનારાઓને ક્ષય સાધારણ રીતે વધારે થાય છે. બીડી પીનારાઓ અને તમાકુના ગુલામે આ ઉપરથી કાંઈ ધડે લેશે કે પછી પિતાને ઈફક માણ્યાજ કરશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com