________________
શુભસંગ્રહ-ભાગ ૧ લે એ સુધારણાની શરૂઆત આપણી માતાઓના, આપણું વિધાતાસમી આપણી જનનીના ઉત્કર્ષથી થવી જોઈએ. હિંદુધર્મ હિંદુનારીને લક્ષ્મી, સરસ્વતી અને શક્તિનો અવતાર માને છે અને એને અર્થ એ છે કે, એ નારીજ આપણા ઉથાન કે અધઃપતનની વિધાવી છે; પણ આજે એ દેવીની જ કેવી દુર્દશા છે? હિંદુ સ્ત્રી એ અત્યારે હિંદુના ઘરની ગુલામડી અને ચાકરડી છે. તેને ઘરના ઉજાસવાળા ભાગમાં આવવાની કે ઉઘાડે મેએ ઉચ્ચ સ્વરે બોલવાની પણ હિંદુસમાજ મનાઈ પોકારે છે. જે વયે પૂરેપ અને અમેરિકામાં બાળાઓ શાળાઓમાં કલ્લોલ કરતી, કસરતદ્વારા તેમનાં શરીર સુદઢ બનાવતી હોય છે, તે વયે હિંદુ નારી બાળકોની જનેતા બની હેય છે અને બિમારીમાં સડતી હોય છે. સ્ત્રીઓ માટે લજજા એ ઈચ્છનીય સગુણ છે; પણ બેહદ નિરાધારતા અને બેશુમાર પરાધીનતા, એ સ્ત્રી કે પુરુષ ગમે તેને માટે મહાપાતક છે. હું માનું છું કે, હિંદુ નારી તેની લજજા, તેની પતિનિષ્ઠા, તેની કુટુંબભક્તિ-એ સદ્ગણેને બરાબર જાળવે; પણ સાથે સાથે હું હિંદુ સ્ત્રીને દુર્દાત અને નિડર, સ્વાધીન અને સ્વમાની જવા ઈચ્છું છું. એવી આત્મગૌરવ સમજનારી મહિલાએજ ભારતની સ્વાધીનતા છતી આવનારા બહાદૂર પુત્રને જન્માવશે.
હિંદુઓ ! મારા દેશબાંધવ! સ્ત્રી જ તમારી ભાગ્યવિધાત્રી છે. તેને સન્માન, તેને શિક્ષણ આપે, તેને મનુષ્યના અધિકાર બક્ષો અને તેમાં તમારે ઉદ્ધાર છે. ર૯–ઘરેણું પહેરાવી બાળકનાં ખૂન કરાવે!
(લેખક-લાભશંકર લક્ષ્મીદાસ-જુનાગઢ) આ દેશમાં અવિચારી હિંદુ તથા મુસલમાન માબાપે પોતાનાં બાળકોને ઘરેણાં પહેરાવે છે, અને તેને પરિણામે સેંકડો બિચારાં બાળકનાં જૂદી જૂદી રીતે ખૂન થાય છે.
હાલમાં બીજાપુરમાં બાર વરસની ઉંમરના એક હિંદુ છોકરાને બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com