________________
વરસના ભો. બીજા એક નાયક મકાણ થાન પામેલા તો ?
ઘરેણાં પહેરાવી બાળકનાં ખૂન કરાવ! ૪૭ બદમાસેએ ગળું દબાવીને તેનાં ઘરેણું માટે મારી નાખે છે; અને તે ગુહા માટે એક તહોમતદારને ફાંસીની સજા અને બીજાને જન્મદેશનિકાલની સજા થયેલી છે.
તે હતભાગી છોકરાની લાશને તેની માએ મરેલી હાલતમાં એલખી હશે, ત્યારે તેણીએ કેટલી બૂમો પાડી હશે; કેટલા જોરથી છાતી ફૂટી હશે અને પિતાના વહાલા દીકરાને ઘરેણાં પહેરાવીને પોતે જ તેનું ખૂન કરાવવા માટે તે મૂર્ણ સ્ત્રી કેટલી બધી પસ્તાઈ હશે ? વળી બીજી તરફ ફાંસી તથા જન્મદેશનીકાલની સજા પામેલા તહેમતદારોનાં કુટુંબોમાં પણ કેવી ત્રાસદાયક ઠેકાણુ થઈ હશે, તેને ખ્યાલ કોણ કરી શકશે ? બીજા એક કેસમાં એક મુસલમાને પોતાના પાંચ વરસના ભત્રીજાને માત્ર ચાર રૂપિયાનાં ઘરેણાંમાટે એક કૂવામાં નાખીને મારી નાખ્યો હતો ! | મારા પિતાના શહેર જુનાગઢની સરકારી કન્યાશાળામાં ઘરેણાં માટે થતાં ખૂનસંબંધી મારાં હેંડબીલો મેં કેટલીક મુદત ઉપર ફેલાવેલાં હતાં તે ચેતવણીની દરકાર નહિ કરીને એક છોકરી ઘરેણું પહેરીને નિશાળે જતી હતી, તેવામાં કોઈ બદમાસ તેણીને મળ્યો. તેણુને ફોસલાવીને તે એકાંત જગામાં લઈ ગયો અને ત્યાં તેને નિર્દય રીતે મારી નાખીને તેણીનાં ઘરેણાં લઈ ગયો !
અહમદનગર જીલ્લાના એક ગામમાં પાંચ વરસની એક છોકરીના દાગીના માટે એક શખસે તેણીનું ગળું તથા પગ કાપી નાખીને મારી નાખી તે માટે અહમદનગરના સેશન્સ જજે તે ખૂનીને ફાંસીની સજા કરી છે.
ઉપર પ્રમાણે કાંઈ સેંકડો ખૂનેના રિપેર્ટે આજ સુધીમાં વર્તમાનપત્રોમાં છપાયા છે, પણ હતભાગી હિંદુ તથા મુસલમાન માબાપ બસ ચેતતાં જ નથી. તેઓ તે પોતાનાં બાળકને ઘરેણાં પહેરાવેજ જાય છે; અને પછી જ્યારે બાળકોનું ખૂન થાય છે, ત્યારે પિતાની મૂખઇમાટે પોક મૂકે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com