________________
AJAN
•*rvvvvvvvvvvvvv••••
ભાગ્યવિધાત્રી ઘણુ કાળજીપૂર્વક તેને શિક્ષણ આપવું જોઈએ.
સ્વામી રામતીર્થજી કહે છે કે –“હિંદમાં સ્ત્રીશિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું તેની સજા પણ હિંદસારી પેઠે ભોગવી રહ્યું છે. x x x ત્રીશિક્ષણને પ્રચાર કરો. તમારા પૂર્વજો સ્ત્રીશિક્ષણના પક્ષપાતી હતા. તમે કેમ વિરોધી બનીને તમારે હાથેજ તમારા પગ ઉપર કુહાડો મારે છો?”
૨૮–ભાગ્યવિધાત્રી ( લેખકઃ-લાલા લજપતરાય-“ગાંડીવ” તા.૧૩-૧૨-૨પમાંથી )
હિંદુ કેમની અત્યારની અવદશા જોઈને જેના દિલમાં દુઃખની જવાળાઓ સળગતી હોય અને આ પુણ્યવંત કોમને માટે જેના અંતરમાં પ્રીતિ ઉભરાતી હોય, એ કઈ પણ શિક્ષિત હિંદુ આ હિંદુ મહાસભાના સમાજ સુધારણાના કુંડાનીચે આવ્યા વિના રહી શકે જ નહિ. સમાજસુધારણા, એ હિંદુ કામની આજે પ્રથમ જરૂરિયાત છે; અને તેનાવિના આપણે રાજદ્વારી કે બીજી પ્રગતિ એક તસુ પણ સાધી શકવાના નથી. જે કેમમાં બાળલગ્ન અને અસ્પૃશ્યતાનાં મૂળ આટલાં ઉંડાં નખાયાં હોય, જે કોમ છંદગીને કલેશમય જંજાળ માનતી હોય, જે કેમ જીવનના પ્રાણ-દીપકને બુઝાવી નાખનારાં નિર્મોહ અને વૈરાગ્યનાં વ્રતોને પૂર્વજોનો મહામૂલો વારસ માનતી હેય અને એવા બિમાર માનસને કારણે જે કેમમાં નિરાશા અને નિસાહ, મંદતા અને દીનતા જીવનક્રમ બની ગયાં હોય તે કામ, સખ્ત અથડાઅથડી અને હરિફાઈના આ યુગમાં, સન્માનનીય કામતરીકે અને રાષ્ટ્રના સબળ અંગતરીકે કેમ જીવી શકશે ? હિંદુ કામ જે આપઘાત કરવા ન ઈચ્છતી હોય તે હિંદુઓએ, એક કમતરીકે, એક અને અખંડ બનવા હવે જાગવું જ જોઈએ. હિંદુ કેમ જે ઈદગાની ચાહતી હોય તો હિંદુઓએ જ્ઞાતિઓ-ઉપજ્ઞાતિઓના અને વાડાઓ-ઉપવાડાઓના ભેદ ભાંગવા અને સાચું સંગઠ્ઠન સાધવા પ્રગતિને માર્ગે કચકદમ કરવી જ જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com