________________
સ્વપત્ની વ્યભિચાર શ્રદ્ધાને અત્યંત મહાન (અકબર) બનાવો. સંસારનાં નામરૂપોને બાહ્ય ચળકાટ, દૃશ્ય જગતની વિચિત્રતા, અસંખ્ય સ્વરૂપોની વિવિધતા, એ બધા રાગરંગ ભલે બીજા કોઈની આંખને આંજી નાખે; શિક્ષકો અને પ્રોફેસરે ભલે એ મૃગતૃષ્ણની જાળમાં ફસાય; અધિકારી અને અમીર વર્ગ ભલે એ કાળીઆની જાળમાં ગુંથાઈ જાય; પંડિત અને સાક્ષર ભલે એ લહરિઓમાં આવી પડે; યુવક અને વૃદ્ધ ભલે એ સ્વપ્નમાં મોહિત થઈ જાય; પરંતુ તમારે તો એ સત્ય સ્વરૂપ પરમાત્માને કદી પણ ન ભૂલવો જોઈએ. તમારે તમારાં નેત્ર એ સત્યાત્માની ઉપરથી કદી પણ ન ખસેડવાં જોઈએ. એ શ્રદ્ધાશીલ પુષો! એ સમ્યગ્દર્શઓ ! પછી જોઈ જો કે એ આનંદ નથી કેમ પ્રાપ્ત થતો ! અને કોણ કોનો શત્રુ છે !
૩૧–સ્વ૫ત્ની-વ્યભિચાર (લેખક:-“ઔદીએ” “ચિત્રમય જગત”—કટોમ્બર, ૧૯૨૪.)
લગભગ બધાય પુરુષોને એવો ખ્યાલ છે કે, પોતાની વિવાહિતા સ્ત્રી સાથે મરજી પડે તેટલી વાર અને મરજી પડે તેવી રીતે ઈદ્રિયોની વિષયવાસના તૃપ્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્રની મર્યાદા પ્રમાણે આવું કય એ મહાપાપ છે. ધર્મશાસ્ત્રની મર્યાદા એ છે કે, ઋતુકાળની ૧૬ રાત્રિ દરમ્યાનજ અને આઠ રાત્રિજ અને ગભૉધાન બુદ્ધિથી જ સ્ત્રી પ્રસંગ કરે; અને ગર્ભ રહી ચૂક્યા પછી તથા પ્રસવ થયા પછી પાંચ વર્ષ સુધી બ્રહ્મ ચર્યનું પાલન કરવું. ઉપલી આજ્ઞાનું પાલન થાય તો આરોગ્ય, બુદ્ધિ અને જીવન સચવાઈ રહે છે અને સંતાન ધર્માત્મા ઉત્પન્ન થાય છે.
પરંતુ દુરાચારી અને ઇન્દ્રિયોના ગુલામ એવા પુરુષોએ પવિત્ર વૈવાહિક શયાને વ્યભિચારબુદ્ધિની દુર્ગધથી સર્વથા ભરી મૂકી છે. પિતાની સ્ત્રી વ્યભિચારને માટે સૌથી વધારે સુગમ અને સસ્તી વસ્તુ મનાય છે. હજારો પિતાએાને એકત્ર કરી તેમના પુત્રના સેગન દઈ પૂછવામાં આવે કે, તેમને આ પુત્ર શું ધર્મપુત્ર છે ? શું પુત્રપ્રાપ્તિની
શુ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com