________________
ચાહ, કાફી ને કામ, વહેલી પડાવે પાકા.
૨૭ આવે છે. તેમાં પણ હાટલા તથા દુકાનેાની ચા તા ઘણીજ ભયંકર છે; કારણકે ત્યાં ચા ધણા વખતથી ઉકળેલી રહેતી હાય છે અને તેમાંથી સુવાસિક તથા પૌષ્ટિક પદાર્થોં તા ક્યારનાએ ઉડી ગયા હોય છે. ખરી વાત છે કે, ચા પીવાથી ક્ષણિક હુશિયારી આવે છે; પણ અંતે તેા જઠરાગ્નિ મંદ થાય છે, કમતાકાત આવતી જાય છે, માનસિક સ્થિતિ દુળ થાય છે અને શરીર અનેક વ્યાધિને લાયક બની જાય છે. ચામાં ટેનીક એંસીસિવાય સાકર પણ આવે છે અને તેથી જરનું શ્લેષ્મપડ સૂજી જાય છે અને તેમાંથી એક જાતના સ્રાવ થાય છે, ખાવુ ભાવતું નથી, મેાળ આવે છે, ઉલટી થાય છે અને વખતે તાવ પણ આવી જાય છે. વળી ચા પીવાથી લાહીમાં યુરીક અસીડનું પ્રમાણ વધી જાય છે અને તેથી આંતરડાં તથા જહેરની ક્રિયા મંદ પડે છે. એક ડૉક્ટરે ચાવિષે નીચે પ્રમાણે જણાવેલું છે:
""
ચા તથા કાપી પીનારા, મદ્યપાન કરનારા લેાકેાના જેવા તાકાની, નાચનારા, ગાનારા કે કજીઆ કરનારા હેાતા નથી; પણ ચા તથા કારી તેના પીનારાને મૂર્ખ બનાવે છે, તેમના પગને નબળા કરે છે, યાદશક્તિના નાશ કરે છે, હૃદયમાં થડકા પેદા કરે છે, શરીરમાં કપ કરે છે, હાથમાં અસ્થિરતા કરે છે અને અનિદ્રાને પેદા કરે છે. વળી ચાથી માથુ દુ:ખે છે, જીભ બેસ્વાદ થાય છે, સ્વભાવ ચીડીએ થાય છે અને મીજાજ ઠેકાણે રહેતા નથી. ચા તથા કાકી પીનારાઓ ખેલવામાં મંદ થાય છે, તેમના વિચારે અસ્થિર હાય છે અને માનસિક શક્તિ ગુમાવે છે. ચાના વ્યસનથી અણુ, આંતરડામાં અવાજ તથા કમજીઆત થાય છે; અને પાચન કરનારા રસાના અટકાવ થાય છે. આ સર્વ કારણાથી જે લેાકા ચા તથા કારી બહુ પીએ છે, તેએ શરીરે દુબળા રહે છે, તેમના ગાલ ખેસી ગયેલા ડેાય છે, તેમના ચહેરા મેલા હાય છે, તેનાં માથાં દુખવાનું દર્દ વધારે પ્રમાણમાં હાય છે, તેઓમાં પિત્તના કાપ નિરંતર થયા કરે છે, તેમના વાળ જદી ખરી પડે છે અથવા ધાળા થાય છે. ચા તથા કાશીનું વ્યસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com