________________
પ્રમ,* *
*
*
.
શુભસંગ્રહ-ભાગ ૧ લો હિંદી મજુરે છે. તે મજુરેની સખત મહેનતવડે કરડે રૂપીઆની ચા ઉત્પન્ન થઈ અંગ્રેજી ચાવાળાઓને કરડે રૂપીઆને નફે મળે છે.”
તે મજુરને ઘણે હલકે પગાર આપે છે અને જ્યારે તેઓ ઠરાવેલું કામ કરી શકતા નથી, ત્યારે તેઓને નેતરની સોટીવતી નિર્દયપણે એટલે સુધી મારે છે, કે તેમની ચામડીમાંથી લોહી નીકળી ચામડી રંગાઈ જાય છે, તે પણ શિક્ષા બંધ કરતા નથી ! આ સિવાય તે મજુરો ઉપર અનેક પ્રકારનો જુલમ ગુજારવામાં આવે છે. સ્વરૂપવાન સ્ત્રીઓને વિષયાંધ ગોરા દેવોના કામાગ્નિમાં પતિવ્રત્યપણાની આહુતિ આપવી પડે છે. રાજીખુશીથી તેમ ન કરે તો તેને તેમ કરવાની ફરજ પાડે છે. તે મજુરોના ફોટા લેવામાં આવ્યા હોય છે અને તેમની પાસેથી પાંચ વરસનું એગ્રીમેન્ટ લખાવી લેવામાં આવે છે, તેથી તેઓ નાસી જઈ શકતા નથી. જે નાસી જાય છે તેને મજુરના એજંટે ફેટાની મદદથી પકડી પાડી તેના માલેકને પાછા સંપે છે અને ત્યાં તેના પર પહેલાં કરતાં પણ વધારે ત્રાસદાયક જુલમ ગુજારવામાં આવે છે. તે ગારાની ઉપર ફરિયાદ થઈ શકતી નથી; કારણ કે પિતાની સામે ફરિયાદ કરનારા મજુરના જડજે પિતેજ હોય છે; કેમકે સરકારે તેમને થર્ડ કલાસ મેજીસ્ટ્રેટની સત્તા આપેલી હોય છે. બંધુઓ ! દયા છે ? હદય છે ? તમારી જે ચાને માટે હિંદી મજુરને તમારા લાચાર ભાઈઓને મરણશરણ થતાં સુધી ગુભામગીરીની હાડમારી ભોગવવી પડે છે, જે ચાને માટે તેમને શરદીવાળી ગંદી જમીનમાં હલકા ખેરાક ઉપર જીવન ગાળવું પડે છે, જે ચાને માટે તેમને ચામડી ફાટી લોહીની ધારાઓ વરસતાં સુધી માર ખાવો પડે છે, જે ચાને માટે નિરાશ્રિત હિંદી બહેનને પિતાના પાતિવત્યની આહુતિ આપવી પડે છે, જે ચાને માટે પ્રાણથી પ્યારાં પતિ પત્નીને હમેશને માટે બળાત્કાથી ફારગતી આપવી પડે છે, તે ભયંકર ચાને મોટાઈન ડેળની ખાતર સ્વદેશી ચીજ ગણુને તમારા પિટમાં રેડતાં હજી પણ તમને કમકમાટી આવતી નથી? “મારે ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com