________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAA^^^^^^^^^^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^^
^^
શુભસંગ્રહ ભાગ ૧ લે આવડતી નથી, જે શોચનીય છે. કહે છે કે, આ સુધારાના જમાનામાં આપણાં સ્ત્રીપુરુષો કેળવણુ પામેલાં, અંગ્રેજી વાતચીત કરે તેવાં થયાં છે અને આગળનાં સ્ત્રી પુરુષો કરતાં ઘણું લાયક છે; પરંતુ આ સુધારા સાથે જે તેમના વડીલના ઉત્તમ ગુણોથી ભૂષિત થએલાં હોત તો તેઓ વધારે સુખી થાત. અત્યારે તે ખરે પ્રેમ કે સગાઈને સ્નેહ રહ્યો નથી. બધું જર્મનસીવર જેવું કૃત્રિમ થયું છે; બધું ઉપરથી જ, અંતઃકરણનું કંઈજ નહિ! આમ દિનપ્રતિદિન સુધરતા ગયા તેમ અસલનું ભૂલતા ચાલ્યા. પરિણામ એ આવ્યું કે, ગૌપાલન ગયું, ખેતી કસવગરની થઈ અને કમ ઉપજ આવતી ગઈ. ઢેર નબળાં પડયાં, રાજ્યની ઉપજ અને વ્યાપાર ઘટયો. આ બધું ગૌપાલન અને ઢેરઉછેરનું–દેશની નવી દલિત ઉત્પન્ન કરવામાં સહાયકારક કામ તરફ દુર્લક્ષ રાખ્યું, તેથી થયું છે.
રાજાએ કુંવરીના લગ્નપ્રસંગે દાયજામાં હજારે ગાયો આપતા, બ્રાહ્મણે પણ પિતાની દીકરી પરણે ત્યારે ગાય આપતા, કેઈ રાજ કે બ્રાહ્મણ વૈષ્ણવમાં મરણ થાય ત્યારે અંતકાળ વખતે બ્રાહ્મણોને તથા દેવમંદિરમાં ગાયનાં દાન અપાતાં. આ બધું દેશની ખેતીને આબાદ રાખવા માટે હતું.
ઢેરઉછેરને ધંધા કરનાર ભરવાડ, રબારી, આયર, કાઠી, ચારણ, મતવાગવલી, સિંધી વગેરે સંખ્યાબંધ ગાય પાળતા. રાજાઓ ચરવામાટે મોટા વિસ્તારની જમીન પડી મૂકતા અને તેમાં ખેતી કરાવતા નહિ. કોઈ પણ જાતને પૂછડાવે કે સિંધરેટી વગેરે કરવેરે અને પાનચરાઈ કે વનચરાઈ લેતા નહતા. ઢેર મરી જાય તેની ભામને ઈજા નહોતા. હવે તે મરેલાં ઢોરનાં ચામડાં પણ વેચી તેની ઉપજ લે છે, જેથી પરિણામ એ આવ્યું છે કે, ભામના ઇજારદારે ઢોરને ઝેર ખવરાવી મરણ નીપજાવે છે, જેથી ઝાઝાં ચામડાં મળી શકે ! હવે કૂતરાં-બકરાં પાળવાનો રિવાજ દાખલ થતા જાય છે, ત્યાં ગાય બાંધે કેણ! કૂતરાંબકરાંની લીંડીપીશાબ ઉપાડવામાં અભડાય નહિ, પણ ગાયનું છાણ-ગૌમૂત્ર જે પવિત્ર છે, તે ગંદકી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com