________________
શુભ ગ્રહ-ભાગ ૧ લે તેણે થોડું થોડું ચાલવાનું શરૂ કર્યું અને થોડાજ મહિનામાં તે પૂર્ણ રીતે સાજે તાજો થઈ ગયો ! જે માણસ જ ચાલી ન શકે, તેણે અઠવાડીઆમાં એક વાર તે જરૂર ૧૦–૧૫ માઈલ ચાલવું જોઈએ. અઠવાડીઆમાં એક દિવસ ૧૦-૧૫ માઈલ ચાલવું, બીજા જ દિવસે માટે પૂરતું છે. દિવસે ભોજન કરતા પહેલાં ચાલવાથી વધુ લાભ થાય છે. ચાલવાને ઉત્તમ સમય પ્રાતઃકાળ છે.
૧૪-હાળી શા માટે? ( તા. ૨૦-૨-૨૬ ના “સૌરાષ્ટ્ર” ઉપરથી) હુતાશની એ તે ગ્રામ્યજીવનને સૃજનારી વિધાતા છે. એની સાથે આર્યજીવનની કેવી કેવી ઉદાર અને વિરાટ ભાવનાઓ ગુંથાઈ છે! વૈરાગ્યની ઝળહળતી મૂર્તિશા ભગવાન સ્કે એ દિને પિતાનું ત્રીજું લોચન ખોલી કામદેવને બાળી નાખે. ઉગ્ર તપ અને ત્યાગની સિદ્ધિ ત્યારે જગતભરમાં વિરાછળ રહી. અધમ વાસનાઓને જાણે વિશ્વમાંથી સદંતર લેપ થયો! એ ઉજમાળી ભાવનાને સદા જીવતી રાખવા હુતાશનીને તહેવાર નિર્માયે છે. હુતાશની એટલે આત્મસંશોધનને પુણ્યદિવસ, એકે એક નગરવાસીએ એ પ્રચંડ જ્વાળાએમાં વિકારને, હલકી મનેદશાને અને પાપવાસનાને હેમી જીવનને નિર્મળ, સેવામય અને ત્યાગમય બનાવવાને એ અણુમોલ અવસર છે. કૃષ્ણચકે એ પ્રાતઃસ્મરણય તિથિએ માસી પુતનાના થાનપરથી હળાહળ ઝેર ચૂસીને-પુતનાના પ્રાણનું પાન કરીને કાલકૂટ પચાવેલાં. એજ મંગળ રાત્રિએ તે રાક્ષસીની કાયાને ખાક કરતી હુતાશનીની પાવકશિખાઓ, ગામગોંદરે ભેગા મળી હોળી ખેલનારાઓની સન્મુખ સંસારનાં ઝેર-ઈષ્ય, કાવાદાવા અને કલહકકા-શમાવી માનવદેહમાં વસતા શયતાનને સંહારવાને સંદેશ પાઠવે છે.
નગાધિરાજ હિમાલયનાં ગિરિ-શિખર ઉપર વિધાન પામેલી કામદહનની એ કથાને આજે એક વધારે વર્ષ પૂર્ણ થશે. ચંદામણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com