________________
ખેતીની ઉપજ અને કસ ઘટવાનું કારણ ૧૭ મચ્છરનો ઉપદ્રવ કરનારું ગણાય છે! તંદુરસ્તી ટકાવી, દીર્ધાયુષ્ય કરનારૂં સ્વચ્છ દૂધ ઘરની ગાય આપતી; તેને બદલે તંદુરસ્તી બગાડનાર, ભૂખ ઓછી કરનાર ચાહ વગેરે લેવા માંડયું એટલે પછી પ્રજા નબળી થવા લાગી અને અનેક પ્રકારના રોગના ભોગ થયા અને થાય છે; જેથી આપણું સ્ત્રીપુરુષો નાલાયક ઠર્યા. તેમને પિતાનાં પુત્રપુત્રીઓ ઉછેરતાં આવડતું નથી–નબળાં રાખે છે, માટે જેનાં છોકરાં સારાં તંદુરસ્ત હોય તેમને ઈનામ આપવાં. એ બહાને ઉત્તેજન આપવા ખાતર હાલ “બેબી વીક' ગોઠવાયાં છે. આથી આપણને ખાત્રી થાય છે કે, આપણી માતાઓ બાળઉછેર માટે નાલાયક છે. ઘરમાં ગાય હેય નહિ. એટલે બજારનું પાણીવાળું અને ભેળસેળવાળું દૂધ પીએ છે અને વાપરે છે. જેની અંદર અનેક જંતુઓ હોય છે, તેવા દૂધથી શીતળા, ઓરી, અછબડા, દ્વેગ, નીમેનીઆ, ઇન્ફલુએન્ઝા આદિ અનેક રોગ લાગુ પડે છે અને મરણની સંખ્યા વધતી જાય છે, તેનું કારણ ઘરની ગાયનું દૂધ નહિ તેજ છે. અત્યારે આપણે શારીરિક અને માનસિક બળ ખોયું, આત્મબળ તે છેજ નહિ; એટલે પછી કૂતરાં-કાગડાની માફક અલ્પ આયુષ્ય ભોગવી નાની ઉંમરમાં સ્ત્રીપુરુષો મરવા લાગ્યાં છે. કુછંદી વર્તણુંક પણ આનું એક કારણ છે.
આ પ્રમાણે ગાયનું પાલન ભૂલી જઈ તેના તરફ બેદરકાર રહેવાથી આપણે આપણી જમીનને કસ ખોયો, ઉપજ ખોઈ, મજબૂત બળદ ખોયા, જમીન ખેડનાર અને કામ કરનારે પિતાનું શરીરબળ ખયું અને નિર્ધન કંગાલ બન્યા.
ગાયને શણગારવી, તેની સેવા-પૂજા કરવી વગેરે પૂજનવિધિ અને મૂત્ર, છાણ વગેરે પવિત્ર ગણ્યું છે, તે પણ તેની ઉત્તમતા માટે છે; કેમકે દેશની ખેતી કરનારા બળદને તે જન્મ આપે છે. ગાયો પાળવાનું ઓછું કર્યું તે તે ઠીક, પણ ગૌ બ્રાહાણપ્રતિપાળ બ્રાહ્મણ વૈષ્ણવોએ ગમાંસ ભક્ષણ કરવા માંડયાનું સાંભળ્યું છે. પછી કહે-જમીન કસ કેમ ન ચારે? વરસાદ કેમ વરસે ? એક વરસાદની તાણે સૂકવણું કેમ
શુ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com