________________
સમ્યકત્વ પ્રકરણ
જૂની લીખો વડે નહીં દેખાતા વાળવાળો, (૮૮) માથામાંથી લાખો જૂઓને નખો વડે ખેંચી ખેંચીને કાઢતો, જુગારીની જેમ ઘસાઈ ગયેલા નખવાળો, (૮૯) લીખના સમૂહને ખેંચવામાં અસમર્થ એવો કોઈ દરિદ્ર માણસ ભાગ્યવશાત્ ઈચ્છિતને આપનારા એવા કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને આ રીતે પ્રાર્થના કરે, “હે કલ્પવૃક્ષ ! મારા ઉપર પ્રસન્ન થા, (૯૦) લીખોને જૂપણું પ્રાપ્ત કરાવ જેથી કાંસકાની જેમ હાથ વડે જ દુષ્ટ કર્માણુઓ જેવી આ જૂઓને કાઢીને હું સુખી થાઉં !” (૯૧) હે મૂઢ ! તે રીતે તે પણ કલ્પવૃક્ષ જેવા પુરુષના જન્મને પ્રાપ્ત કરીને તેની (દરિદ્રની) પ્રાર્થના જેવા કામથી ઉત્પન્ન થતા સુખને ઈચ્છે છે ! (૯૨) આ જન્મમાં જો તું જૈન સંબંધી દીક્ષાને સ્વીકારે, ત્યારબાદ ધ્યાનરૂપી જલ વડે ધોવાયેલા આત્માવાળો એવો ક્ષણમાં જ નિર્મલ થાય (૯૩) અને સુખનો એક ભંડાર એવી તે સિદ્ધિરૂપી સ્ત્રીને પ્રાપ્ત કરે, જેણી વડે આલિંગન કરાયેલાને ન તો જરા હોય અને ન તો મૃત્યુ હોય. (૯૪) વિષયોથી સુખ છે એવું ખરેખર મૂર્ખ વિના કોણ માને ? શું લીમડાના વૃક્ષમાંથી આંબાનું ફળ થાય ? (૯૫) કેશના પાશમાં કુટિલતાને ધારણ કરતી એવી પણ સ્ત્રીઓને વિષે લોકો રાગી થાય છે, તે ખરેખર વ્યામોહનું જ કામ છે. (૯૩) જેમ હાલતા એવા ધ્વજ પટને જોવાથી વાયુનું પ્રગટપણું જણાય છે, તે જ રીતે આંખોના અસ્થિરપણા વડે સ્ત્રીઓની ચપળતા જણાય છે. (૮૭) સ્ત્રીઓના નાના હૃદયમાં ઘણા દોષોને આવાસ કરવા માટે જ ખરેખર ઉપર સ્તનના બહાને બે ઓરડા કરાયા છે. (૯૮) જિનધર્મરૂપી ગરુડથી ગભરાઈ ગયેલા પાપરૂપી સર્પોને સ્ત્રીના નાભિમંડલરૂપી બિલ સિવાય આખાય જગતમાં બીજું કોઈ સ્થાન નથી. (અર્થાત્ બધા પાપો તેમાં જ રહેલા છે) (૯૯) અથવા તો દોષનું જ એક રૂપ એવા સ્ત્રીના સ્વરૂપને કહેનાર પણ દોષવાળો થાય છે. જેમ કાજળને ગ્રહણ કરતો કાળા હાથવાળો થાય (૧૦૦) અને વળી હે મિત્ર ! જિનધર્મના લવથી પણ એને કંઈક આચરવાથી પણ) સ્વર્ગની જે સ્ત્રીઓ પ્રાપ્ત કરાય છે, તેઓની દાસી જેવી પણ તારી હાસા-મહાસા નથી. (૧૦૧) હાલતી એવી વાળારૂપી મસ્તકવાળો આ અગ્નિ પણ બળતા અને ફુટતા એવા લાકડાના અવાજ વડે ખરેખર ‘ન પડ ન પડ’ એ પ્રમાણે તને કહે છે. (૧૦૨) તે કારણથી હે મિત્ર ! પતંગિયાની જેમ અગ્નિમાં પડીને અજ્ઞાન મૃત્યુથી અટક અટક, ફોગટ જ યમરાજનો અતિથિ ન થા.” (૧૦૩) આ રીતે તેના હિતને ઈચ્છતા નાગિલ વડે બોધ કરાતા એવા પણ તેણે નિદાની ભાવનાને ગ્રહણ કરીને અગ્નિમાં સ્વશરીરની આહુતિને કરી. (૧૦૪) શૃંખલા વડે બંધાયેલો, સ્મરણ કર્યું છે વિંધ્ય પર્વતનું જેણે (હાથીને વિંધ્ય પર્વત અતિપ્રિય હોય છે) એવો હાથી જેમ બંધન છૂટે છતે જેમ ન અટકે તેમ મૂઢ બુદ્ધિવાળો એવો તે ઘણી એવી શિક્ષાઓ (હિતવચનો) વડે પણ ન અટક્યો. (૧૦૫) ત્યારે તે ચિતાના અગ્નિમાં તે સુવર્ણકાર પડે છતે ધુમાડાએ આકાશને અને શોકે સ્વજનોને શ્યામ
ર્યા. (૧૦૭) આના વડે પાંચસો પત્નીઓ ફોગટ જ રાગી કરાઈ, ભોગવાઈ અને ત્યાગ કરાઈ, તે કારણથી કુબુદ્ધિ એવો આ અનુસરવા યોગ્ય નથી, એ પ્રમાણે અપમાન કરીને પ્રાણોએ પણ તેને છોડી દીધો, (૧૦૭)
તે હવે મારીને હાસા-મહાસાનો પતિ થયો. જે કારણે અજ્ઞાન વડે કરાયેલા કષ્ટથી પણ પ્રાણીઓને વ્યંતરપણું થાય છે. (૧૦૮) નાગિલને પણ મિત્રની આ અજ્ઞાન ચેષ્ટાને જોઈને વેદનાથી દુઃખી થયેલા પુરુષની જેમ પરમ એવો નિર્વેદ (સંસારથી કંટાળો) થયો. (૧૦૯) તેણે વિચાર્યું કે, કામસુખના એક લેશ માત્રને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મોક્ષના સુખથી પરાક્ષુખ એવા જડ જીવો સમુદ્ર તરે છે, અગ્નિમાં પ્રવેશ કરે છે. (૧૧૦) જે કારણથી નેમનાથં ભગવાનના બંધુ રથનેમિ પણ રાજીમતીને જોઈને વ્રતથી ચલાયમાન થયા હતા. તો આ કામના દાસને તો હું શું કહું ? (૧૧૧) અથવા તો જે હું આનો શોક કરું છું, પોતાનો