________________
સમ્યક્ત્વ પ્રકરણ
ત્યારબાદ તે બંનેએ કહ્યું, “પંચશૈલદ્વીપમાં રહેનારી, હાસા-પ્રહાસા નામની વ્યંતરના અધિપતિની અમે બંને પ્રિયા છીએ.” (૩૯) પરંતુ હાલમાં અમારો પ્રિય (પતિ) ઍવી ગયો. (મરણ પામ્યો) તેના વિરહથી આતુર, અમારે અનુરૂપ પ્રિયને જોવા માટે અમે અહીં આવ્યા છીએ. (૪૦) કુમારનંદીએ કહ્યું, “જો એમ છે તો તે સુંદરીઓ ! જો તમને ગમે તો પત્નીઓને વિષે અત્યંત પ્રેમાળ એવા મને પતિરૂપે સ્વીકારો.” (૪૧) આ મહેલ, આ લક્ષ્મી, કામદેવની દાસીઓ જેવી આ બધી પ્રિયાઓ, આ ક્રીડા ઉદ્યાન, સરોવર, વાપી, પર્વતો બધું વશમાં છે. (૪૨) ઘણું કહેવા વડે શું ! હે દેવીઓ, હું પતિરૂપે સ્વીકારાયે છતે એવું કોઈ સુખ નથી, જે તમારે દુઃખે કરીને પ્રાપ્ત થાય. (૪૩) હવે તે બંનેએ પણ કહ્યું કે, “જો તને અમારા બંને વડે પ્રયોજન છે (અમારી તને જરૂર છે) તો જલદીથી તું પંચશેલ દ્વીપમાં આવ.” (૪૪) એ પ્રમાણે કહીને તે બંને આકાશમાર્ગ વડે પોતાને સ્થાને ગઈ અને કુમારનંદી તેના વિયોગદશારૂપ પુરીમાં ગયો. (૪૫)
ત્યારે, તરત જ એને આહાર ખારો થયો, પવન અગ્નિ જેવો, કમલિની તીક્ષ્ણ બાણ જેવી, કમળની પથારી અંગારા જેવી થઈ ગઈ. (૪૬) તાપ વડે કરીને શરીરમાં રહેલા પાણીમાંથી ક્ષણે ક્ષણે અંજલી જેટલું પાણી બળી રહ્યું હતું જેનું એવા તેણે વિચાર્યું કે તેઓના સંગમરૂપ ઔષધ વિના મારો આ તાપ શાંત નહીં થાય. (૪૭)
હવે તેણે રાજાની પાસે જઈને પોતાના વૃત્તાંતને જણાવીને પુરની અંદર આ પ્રમાણેની પહ વડે ઉદ્ઘોષણાને કરાવી. (૪૮) “કુશળ બુદ્ધિવાળો એવો જે મને પંચશૈલ દ્વીપ ઉપર લઈ જાય અને હું એક કરોડ જાત્યસુવર્ણ આપું.” (૪૯) એ સાંભળીને સમસ્ત દ્વીપના માર્ગોને જાણનારા કોઈ નાવિકે ત્યાં જઈને તેને કહ્યું કે, “હું તને ઈચ્છિત દ્વીપ ઉપર લઈ જઈશ.” (૫૦) સ્વર્ણકારે પણ તે જ ક્ષણે એને સુવર્ણની એક કોટિ આપી. કામી પુરુષોને કામિનીને માટે અદેય શું હોય છે? (એઓને ન આપવા યોગ્ય કંઈ નથી હોતું) (૫૧) હવે નાવિક છે બીજો જેની સાથે એવો તે અનુકૂળ પવન, મન અને શુકન વડે પ્રેરાયેલો મહાવહાણમાં ચઢ્યો. (પ) પોતાના મનના કલ્લોલોને સમુદ્રના કલ્લોલની સાથે તુલના કરતા એવા તેણે અત્યંત ઊંડા એવા સમુદ્રના મધ્યભાગને પ્રાપ્ત કર્યો. (૫૩) નાવિકે હવે એને કહ્યું, “મેઘ જેવા ઉન્નત કાળા કાજળના સમૂહ જેવું આગળ તું શું જુએ છે ?” (૫૪) તેણે કહ્યું, “હે ભદ્ર ! વડવાનળમાંથી નીકળેલા ધૂમાડાના સમૂહ જેવો, પાપોને રહેવાના સ્થાન જેવો, પિંડરૂપે થયેલો અંધકાર હું આગળ જોઉં છું.” (૫૫) નાવિકે ફરી કહ્યું, જો એમ છે તો મારા વચનને જેમ રાજા મંત્રીના વાક્યને તેમ સાવધાન એવો તું હમણાં સાંભળ. (૫૬).
અહીં આગળ આ પ્રદેશમાં પાંખ છેદાઈ જવાના ભયથી અહીં આવીને રહેલો અંજનગિરિ ન હોય એવો મહાકાય પર્વત છે. (૫૭) એ પર્વતના નીચેના ભાગમાં કાળુ એવું, જાણે ઉજ્જવળ એવા પાણીના ભયથી ગુફામાંથી બહાર નીકળી ગયેલા અંધકારનો સમૂહ જ હોય એવું આ વડનું વૃક્ષ છે. (૫૮) આ (વૃક્ષ)ની નીચે પહોંચેલું, ભમતા એવા કલ્લોલ વડે દોલાયમાન થયેલું આ વહાણ સ્ત્રીઓને કહેવાયેલા મંત્રની જેમ તરત જ ફુટી જશે. (૫૯) તેણે કહ્યું, “તું આ કેવી રીતે જાણે છે?” નાવિકે કહ્યું, “પરંપરાથી,' અને એ જ કારણે વહાણો પંચશૈલ દ્વીપ ઉપર જતા નથી. (૬૦) તેણે ફરી કહ્યું, “તો આ જાણતા એવા તારા વડે હે મૂઢ ! આ શું કરાયું? હે અધમ ! મને કૂવામાં નાખી તારા વડે દોરડું કાપી નંખાયું ! (૬૧) હે ધૂર્ત ! વિશ્વાસ આપીને, મારું સુવર્ણ ગ્રહણ કરીને હું સમુદ્રમાં નંખાયો ! સારું, તારા વડે સારું કરાયું. બીજો કોણ આવું કરે ! (૬૨) તેણે કહ્યું, હે શ્રેષ્ઠી ! (ના, ના) એ પ્રમાણે ન બોલ. હું તારો અહિત કરનારો નથી. કરવા યોગ્ય