________________
સમ્યકત્વ પ્રકરણ
કારણથી કાંઈ પણ એવું શીખવા યોગ્ય છે, અભ્યાસ કરવા યોગ્ય છે કે જે કાર્ય કરનારું અર્થાત્ આલોકપરલોકના હિતને સાધનારું હોય અને થોડું પણ હોય. ગાથામાં બે ‘' નો ઉપયોગ સમાનતાને દર્શાવવા માટે કરાયો છે. બંને વિશેષણોની (કાર્યકારી અને અલ્પ) સમાનતાને તેઓ બતાવે છે. ||all
અહીં અલ્પ અને કાર્ય કરનારું એવું આ સમ્યક્ત્વ પ્રકરણ છે. તે કારણથી તે જ અભ્યાસ કરવા યોગ્ય છે અને તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાના પ્રકારને કહે છે.
मिच्छत्तमहामोहंधयारमूढाण इत्थ जीवाणं ।
पुण्णेहिं कह वि जायइ, दुलहो सम्मत्तपरिणामो ।।४।। ગાથાર્થ :- મિથ્યાત્વરૂપી મહામોહ તે રૂ૫ અંધકાર તેના વડે મૂઢ અર્થાત્ વિવેકહીન થઈ ગયેલા જીવોને આ સંસારમાં પુણ્ય વડે કરીને કેમ કરીને દુર્લભ એવો સમ્યકત્વનો પરિણામ થાય છે.
ટીકાર્થ:- મિથ્યાત્વરૂપ જે મહાન મોહ - દુઃખે કરીને ઉચ્છેદી શકાય એવો હોવાથી મોટો એવો મોહ અને એ મિથ્યાત્વમોહનીયરૂપ અંધકાર સદર્શનને ઢાંકી દેનાર હોવાથી એને અંધકાર કહ્યો, એના વડે મૂઢ અર્થાત્ નિર્વિવેકી (હય-ઉપાદેય, સ્વ-પરનો વિવેક પણ નથી રહ્યો એવા) જીવોને અહીં સંસારમાં ઘણા પુણ્ય વડે અર્થાત્ ઘણા એવા પુણ્યના હેતુભૂત શુભ અધ્યવસાયવિશેષ વડે કેમે કરીને ગ્રંથિભેદ આદિ મહાકષ્ટ વડે દુર્લભ એવો સમ્યકત્વનો પરિણામ થાય છે. જેમ ઉદાયન રાજાને થયો -
આ ઉદાયન રાજા કોણ હતો ? જેને આ પ્રમાણે અતિદુર્લભ એવો સમ્યક્ત્વનો પરિણામ થયો તેની કથા કહેવાય છે (૧) અહીં જંબુદ્વીપ નામનો દ્વીપ છે. જે હંમેશાં લાંબા સમયે આવેલા મિત્રની જેમ લહેરી રૂપી ભુજાઓ વડે સમુદ્ર વડે આલિંગન કરાયેલો છે (૨) તેમાં દક્ષિણ દિશારૂપી વધૂના કપાળને વિષે રહેલા અર્ધ ચંદ્રના આકારવાળા તિલકની આકૃતિવાળું, સમસ્ત સંપત્તિઓનું પાત્ર એવું ભરતક્ષેત્ર છે. (૩) સુવર્ણમય અને મોટા ગામ, ઉદ્યાન વગેરે રૂપી મોતીવાળા પૃથ્વીના કુંડલ સમાન સિન્થસૌવીર નામનો ત્યાં દેશ છે. (૪) ત્યાં ભય જેમાંથી ચાલ્યો ગયો છે એવું, કલ્યાણોની ખાણ અને લક્ષ્મીના પિતાનું ઘર જ ન હોય એવું (અર્થાત્ સમૃદ્ધ એવું) વીતભય નામનું નગર છે. (૫) જેના ઘરો ઉંચા હોવાથી તેની સાથે પોતાનો રથ અથડાય તો ભાંગી જશે એ ભયથી પહેલાં દક્ષિણ અને ઉત્તર અયન જેને શીખેલું છે એવો સૂર્ય ખરેખર હજી તે દક્ષિણ અને ઉત્તર અયનને (ગતિને) ત્યાગ કરતો નથી. (૯) જેમાં સુંદર પર્વો વડે ઉત્પન્ન થયેલા આનંદવાળા અને સર્વદા આરંભના અનુરાગી એવા નગરના લોકો ઈન્દ્રપુરીની શોભાને કરતા હતા. (૭) જ્યાં ચૈત્યોમાંથી ઉછળતો ધૂપનો સમૂહ જાણે મંદારના (કલ્પવૃક્ષના પુષ્પો) મકરંદ (રસ)ને પીવા માટે સ્વર્ગમાં જતી મધુકરની શ્રેણી ન હોય, એવો શોભતો હતો. (૮) જ્યાં ત્રણે સંધ્યા સમયે ચૈત્યોને વિષે વાજિંત્રના અવાજથી રંજિત થયેલા જાણે મેઘની ગર્જનાથી જ ન હોય એમ મોરો કેકારવ કરતા હતા. (૯) જ્યાં અતિશય શોભતા કાંગરાવાળો કિલ્લો, ધારણ કરાયેલા વિશાળ એવા ફલકોની હજારો શ્રેણીવાળા અર્જુન વૃક્ષની જેમ અત્યંત શોભતો હતો. (૧૦) જેની ચપળ એવી લક્ષ્મીને ચારે બાજુથી બાંધવા માટે જ ન હોય એમ બ્રહ્મા વડે પરિખા (ખાઈ)ના બહાનાથી લોખંડની સાંકળ કરાઈ હતી. (૧૧) સ્વર્ણની સ્ત્રી પક્ષે સુવર્ણના અલંકાર અને ઉદ્યાન પક્ષે નાગકેસર) શોભા અને પરવાળા (સ્ત્રી પક્ષે લાલાશ અને ઉદ્યાન પક્ષે પરવાળાના વૃક્ષોની સંપત્તિવાળી એવી યુવાન સ્ત્રીઓ અને બગીચાઓમાં આકાર વડે ભેદ જણાતો હતો (અર્થાત્ ત્યાં બગીચાઓ અને સ્ત્રીઓ સુંદર