________________
*
પર્વને પવિત્ર ને પ્રેરક પ્રકાશ
દરેક ધર્મમાં પ ને તહેવારે હોય છે. રાષ્ટ્રમાં રાષ્ટ્રીય તહેવાર સમાજ માટે સામાજિક ને ધર્મ માટે ધાર્મિક તહેવાર હોય છે.
જૈન ધર્મના પર્વે લોકેત્તર છે, જ્યારે અન્ય ધર્મના પ લૌકિક છે. જૈન ધર્મના પર્વનું મુખ્ય લક્ષ્ય ત્યાગ, તપ અને સંયમ ને મેક્ષ પ્રાપ્તિ છે. અન્ય ધર્મનું મુખ્ય લક્ષ્ય ભંગ ને સ્વર્ગ પ્રાપ્તિનું હોય છે. જૈન ધર્મના પર્વેમાં દેહદમન, આત્મ શુદ્ધિ, વિચાર શુદ્ધિ પર ભાર મૂકાયેલ છે. અન્ય ધર્મના પર્વેમાં દેહના લાલનપાલન પર ભાર મૂકાયેલો છે.
જૈન ધર્મના પર્વેમાં પ્રતિકૂળતાને સુખ માનેલ છે, જ્યારે અન્ય ધર્મોમાં પ્રતિકૂળતાને દુઃખ માને છે.
જૈન ધર્મમાં દુઃખને પ્રતિકાર નથી કરવામાં આવતો, તેને સહર્ષ સ્વીકાર-સન્માન થાય છે તે નિર્જરા રૂપે સ્વીકારાય છે. દુઃખમાં સહનશીલતા તે સિદ્ધિનું સોપાન છે. સહનશીલતા-સમતા-શાંતિએ અનેક આત્માઓને સિદ્ધિપદ અપાવેલ છે.
દરેક પર્વનું, તહેવારનું, અનુષ્ઠાનનું, ક્રિયાનું એક્ર જ લક્ષ્ય બિંદુ. સિદ્ધપદ-અનાહારી પદ–પરમ ઉચ્ચ પદ હોય છે. અન્ય ધર્મમાં આવી આગવી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા ભાગ્યે જ પ્રાપ્ત કરાયેલ હોય છે.
આવાં પ જૈન શાસનની પ્રભાવના અર્થે છે. તેનું વિશદ, વિસ્તૃત ને વિમલ દિગ્દર્શન પ. પૂ આગમ દ્ધારક આચાર્ય ભગવંતે સમાચિત વ્યાખ્યાન દ્વારા કરાવેલ છે તે ભૂતકાળમાં છપાયેલ છે. તેવાં ત્રણ પુસ્તકનાં વ્યાખ્યાનેનું સંકલન અહીં આ પર્વ મહિમા દશન” માં કરવામાં આવ્યું છે.
આના પ્રેરણાદાતા છે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી દર્શન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ. આના સંપાદક છે પ. પૂ. સંગઠ્ઠન પ્રેમી ગણિવર્ય શ્રી નિત્યદય સાગરજી મહારાજ તથા તેમના સદુપદેશ-પ્રેરણા–પ્રોત્સાહન અને પુરુષાર્થથી શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું સર્જન થયું. તેમાં પ્રમુખશ્રી તથા અન્યસભ્યએ અંગત ને આત્મીય રસ દર્શાવ્યો છે.
સારા રવાના થયા છે.