________________
19.
ધર્મજીવનના લક્ષ્યને ચીંધતા પુસ્તકને આવકારીએ...
આપણે ઉપદેશમાં ભલે સાંભળતા હોઈએ કે વ્યવહાર અને નિશ્ચય - બે નયથી જ પરિપૂર્ણતા આવે છે, જ્ઞાનનય અને ક્રિયાનય બન્ને જરૂરી છે, જ્ઞાન વિના ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે - આવાં ઘણાં જોડકાં જ્ઞાનીઓ પાસેથી મળ્યાં અને તેને સમજાવવા ખપમાં લીધાં; પણ પરિસ્થિતિમાં તો એકાંગી બનીને જ જીવવાનું રાખ્યું. સર્વાગીણતામાં ન દર્શન છે, સંકીર્ણતામાં કે એકાંગિતામાં અહંત દર્શન નથી રહેતું.
આજની ત્રીસંઘની પરિસ્થિતિમાં માત્ર વ્યવહારની ભૂમિકાના ઘર્મની આચરણા અને તેમાં ઉત્તરોત્તર વિસ્તાર સાધવાનું લક્ષ્ય રહ્યું છે. તેમાં જે ઉણપ છે તે નિશાના લક્ષ્યની છે. તે લક્ષ્ય આપણને યાદ રહે તે માટે આ પુસ્તક છે.
તમને આ પુસ્તકના વાચનથી અંતરંગ મુસાફરીમાં ફ્રેન્ડ, ગાઈડ અને ફિલોસોફર મળશે. આજે અહદ ધર્મના ઉપાસક/સેવક એવા શ્રમણો ગુજરાતી સાવ સામાન્ય વિષયો ઉપર લખાણ કરે છે, ત્યારે આવા આધ્યાત્મિક વિશ્વના ઊંડાણભર્ચા વિચારોનું આભ ઊચું ઉદયન મનને ભરી દે છે.
આવા વિષયની પણ જિજ્ઞાસુ વ્યક્તિઓ આપણા શ્રીસંઘમાં છે અને તે પણ ઠીકઠીક સંખ્યામાં છે. તે બધાને આનન્દઘનજી મહારાજના પદોની ઊંચાઈ જોયા પછી તેના અવળવાણી જેવા શબ્દોના અર્થની જિજ્ઞાસા રહે જ, અને તે સ્વાભાવિક છે. તે જિજ્ઞાસા આ પુસ્તક દ્વારા જરૂર સંતોષાશે.
આધ્યાત્મિક વિચારના પુર વિનાની જિંદગી સંઘર્ષમય, સંકલેશમય અને કિલષ્ટ કર્મબંધમય વીતે છે, જયારે આધ્યાત્મિક વિચારથી ભાવિત મન વડે કરેલી સાસરિક પ્રવૃત્તિમાં સ્પષ્ટતા તો રહે જ છે કે આ બધું ક્ષણિક છે, ક્ષુલ્લક છે, આભાસી સુખ અને ચિરકાળ પર્યંતના દુ:ખને નોંતરનારું છે.
આવી સભાનતાથી, જાગૃતિથી તે તે કાર્યમાં મળતી સફળતાથી અહંને