________________
૧૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અપૂર્વ કરણ અને ક્ષેપક શ્રેણીથી માંડીને અનંત કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થશે. એટલામાં તેનું આયુષ્યકર્મ પણ ક્ષય પામશે. અને તે જ ક્ષણમાં અને તેટલા જ કાળમાં અંતગડકેલી થશે, તેથી મેં કહ્યું આપણા સર્વેમાં પણ આ પહેલો જ સિદ્ધિપદને પામશે. વળી દશ લાખ વર્ષનાં આયુષ્યવાળા અમારામાં પહેલા મેક્ષમાં કેણ જાય?, તેથી આ પહેલે મેક્ષમાં જશે. આ જંગલી ઉંદરનું આખ્યાન સાંભળીને બધા જ ઇન્દ્ર અને મનુષ્યને મોટું કૌતુક ઉત્પન્ન થયું. ભક્તિ બહુમાન પૂર્વક ઈન્ડે તે ઉંદરને પોતાના હાથમાં સ્થાપન કરી કહ્યું. “અમારા સર્વમાં પહેલાં જ તમે સિદ્ધિપદને પામશે.” તેમ જિનેશ્વર ભગવંતે કહેલું છે તેથી તમે જ જગતમાં કૃતાર્થ છો, તેમજ દેને પણ વંદન કરવા
ગ્ય છે. હે દે ! આ જિનેશ્વરના માર્ગને પ્રભાવ છે તે તમે જુઓ. જે કારણથી પુણ્યશાળી તિર્યચે પણ અનંતરભવે સિદ્ધ થાય છે. એ પ્રમાણે શક્રેન્દ્ર વડે, બીજા બધા ઈ વડે, સેંકડો રાજાઓ વડે, રાજકુંવરની જેમ એક હાથમાંથી બીજા હાથમાં ગ્રહણ કરાતે પ્રશંસા કરાતે, અનુમોદના કરાતે, વંદન-પૂજન કરીને આ પ્રમાણે વખાણ કરાયો, “હે ઉત્તમ આત્મા તમે ધન્ય છે. તમે પુન્યશાળી, કૃતાર્થ અને સુલક્ષણવાળા છે. અમારા તેમાં પણ તમે સંપૂર્ણ મનેરથવાળા છે. જેથી તમે બીજા અનન્તર ભવમાં સિધિપદને પામશે. કારણ કે શ્રીજિનેશ્વર ભગવંતનું વચન અન્યથા થતું નથી.”