________________
કર્મા પુત્રની કયા ઃ ૯૪
[ ૧૬૭
જે કારણથી મનુષ્યની દુર્ગધિ ચારથી પાંચ
જન ઉંચે જાય છે. તેથી દેવતાઓ અહિં આવતા નથી. પણ જિનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણકમાં, મહર્ષિઓના તપના પ્રભાવથી અને જન્માન્તરના સ્નેહથી દેવતાઓ અહિં મનુષ્યલેકમાં આવે છે. ત્યાર પછી તે કેવળી ભગવંતે તે દેવીનો જન્માક્તરને સ્નેહ કહ્યો. તે સાંભળી તેઓએ કહ્યું, હે સ્વામી ! અને કુમારને મેલાપ ક્યારે અને કેવી રીતે થશે ? કેવળી ભગવંતે કહ્યું કે-જ્યારે અમે આ વનમાં ફરીથી આવીશું ત્યારે તેમને પુત્રની સાથે સમાગમ થશે. આ સાંભળી વૈરાગ્ય પામેલા કુમારના માતા પિતાએ લઘુપુત્રને રાજ્ય ઉપર બેસાડી કેવળી ભગવંતની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. દુષ્કર તપ તપતાં અને નિર્મલ ચારિત્રમાં તત્પર, વિશુદ્ધ આહારને ગ્રહણ કરતા. વૈરાગ્ય મનવાળા, ત્રણે ગુપ્તિથી ગુપ્ત એવા તેઓ કેવળી ભગવંત સાથે વિચરે છે. એક વખત ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તે કેવળી ભગવંત તેઓની સાથે તે જ દુગિલ વનમાં પધાર્યા. તે વખતે યક્ષિણી અવધિજ્ઞાનના ઉપયોગથી કુમારનું આયુષ્ય અલ્પ જાણીને કેવળી ભગવંતને હાથ જોડી પૂછે છે-હે ભગવંત! અલ્પ આયુષ્ય કે ઈપણ રીતે વધી શકે છે? ત્યારે કેવળી ભગવંતે કહ્યું કે તીર્થક-ગણધરે ચક્રવર્તિઓ, બલદેવ સહિત વાસુદેવ અને અતિબલવાન પુરૂષે પણ તુટેલું આયુષ્ય સાંધવા સમર્થ થતા નથી.
આ પ્રમાણે કેવળી ભગવંતના વચને સાંભળી દુઃખી થયેલી તે દેવી પિતાના ભવનમાં ગઈ. કુમારે તેને જોઈ