________________
કુર્મા પુત્રની કથા :
[ ૧૭૫
શું ઘરમાં રહે છે ” ભગવંતે કહ્યું કે-તે પોતાના માતાપિતાને પ્રતિબંધ કરવા માટે ઘરમાં રહ્યા છે. ત્યારપછી તે ચારણ મુનિઓ પૂછે છે-હે ભગવંત! અમેને કેવળજ્ઞાન થશે? ત્યારે ભગવંતે કહ્યું કે તમોને પણ જલ્દી કેવળજ્ઞાન થશે. હે ભગવાન અને કેવળજ્ઞાન કયારે થશે? ત્યારે જગદુત્તમ તીર્થકર મહારાજા કહે છે કે-જ્યારે કૂર્મા પુત્ર કેવળી તમને મહાશુક દેવેલેકના મંદિર નામના વિમાનની વાર્તા કહેશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે. આ સાંભળી તત્વને જાણનારા તે ચાર ચારણ મુનિ જિનેશ્વર ભગ વંતને નમસ્કાર કરી કૂર્મા પુત્રની પાસે આવ્યા. એટલામાં મૌન થઈને રહ્યા છે તેટલામાં કુર્મા પુત્ર કેવળીએ કહ્યું કેતમને જિનેશ્વર ભગવંતે જે કહ્યું, કે તમેએ મહાશુક દેવલેકમાં મંદિર નામના વિમાનનું સુખ અનુભવ્યું છે. તેને માટે તમે અહિં આવ્યા છે. આ વચન સાંભળતા તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે ચાર ચારણ મુનિઓ પૂર્વભવને સ્મરણ કરતા ભાવની વિશુદ્ધિએ ક્ષકશ્રેણિ ઉપર ચઢી રાગદ્વેષ અને મહિને ક્ષય કરી, કેવળજ્ઞાની થયા. ત્યાંથી તેઓ જિનેશ્વર ભગવંત પાસે જઈ કેવળી પર્ષદામાં બેઠા, ત્યાં બેઠેલા ઈ જગદુત્તમ જિનેશ્વરને પૂછયું, કે હે સ્વામિ! આ મુનિઓએ તેમેને કયા હેતુથી વંદન ન કર્યું ? ભગવંતે કહ્યું- આ મુનિઓને કૂર્મા પુત્રથી કેવળજ્ઞાન થયેલું છે. આ કારણથી આ મુનિઓએ અમને વંદન ન કર્યું. ફરી પણ ઈન્દ્ર પૂછે છે-આ કુર્મા પુત્ર મહાવતી થઈ કયારે મુનિવેશ ધારણ કરશે? ભગવંતે કહ્યું