________________
લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ
[ ૨૫૫
ચાયેલું હતુ, મુખમાંથી, નેત્રમાંથી અને નાકમાંથી યથા અનુરૂપ રસ ઝરે છે. એટલે મુખમાંથી લાળ નીકળે છે, નેત્રમાંથી પાણી ઝરે છે, નાકમાંથી લીંટ નીકળે છે. મુખમાં દાંત તો છે નહિ. અર્થાત્ ડોશી ખેાખી છે. અતિ જરા અવસ્થા હૈાવાથી માથે કેશ ખરી ગયા છે, એથી ટાલ પડી ગઈ છે. શરીરમાં તેજ નથી. બરાબર ખેલાતું નથી. આંખ નિસ્તેજ છે, કેડથી વળી ગઇ છે, હાથમાં લાકડીને ધારણ કરી લાકડીના ટેકે ટેકે ચાલે છે છતાં ઘડિયે ઘડિયે પગ લથડિયા ખાય છે. આવું સ્વરુપ ધારણ કરી, નગરમાં ભમતી ભમતી તે જ શેઠના મહેલનાં પાછલા દરવાજે આવી અતિ દીન વાણી વડે જલ માગવા લાગી. તેણીના પ્રભાવ વડે પત્ની અને જે શેઠની પુત્રવધુ ઉઘાડા બારણામાં બેસી પેલા બ્રાહ્મણની વાણી સાંભળતાં હતાં, તેઓના કાનમાં વૃધ્ધાનુ વચન ઉકાળેલાં સીસા જેવુ અતિઉગ્ર લાગ્યું અને સાંભળતાં એવા તેઓના રસભંગ થવા લાગ્યા, તેથી શ્રવણમાં વિઘ્ન થવાથી ક્રોધ પામેલી સાસુએ વહુને કહ્યું--હે વત્સે ! જો, પાછલા બારણે કાળુ પાકાર કરે છે? જે કાંઇ માગે તે આપીને અહીંથી કાઢી મૂક, જેથી આ મધુરવાણી સુખે સાંભળી શકાય, આવું શ્રવણ પુણ્યદયથી પ્રાપ્ત થયેલું છે, માટે જલ્દી જઈ તેને રજા આપી પાછી આવ, આ પ્રમાણે સાસુએ . વારંવાર કહ્યું ત્યારે સાસુનું વચન અલ'ઘનીય હાવાથી એક પુત્ર-વધુ કાંઇક બડબડ કરતી દોડતી ત્યાં ગઈ અને તે ઘરનું પાતું બારણું ઉઘાડીને ડોશીને