________________
૨૮૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે, માટે આને હણને આપણે જ સર્વ ધન લઈ લઈએ.” તે સાંભળી તેમાંના એકે કહ્યું કે-આ તપસ્વીને કેમ હણાય? ત્યારે બીજે બોલ્યો કે-“આનું તપસ્વીપણું ગયું, કારણ કે આ તે વંચક અને ધૂર્ત છે. તેથી આપણુ જેવો જ છે. આપણે ચાર છીએ તે આ ધૂર્ત છે, માટે તે અને આપણે બંને પરધન હરનારા છીએ. તેથી આને મારવામાં શો દેવ છે? આ સર્વ ધન જે આપણે લઈ લઈએ તે આપણે બધા રાજા થઈ જઈએ અને ચોરીનું કામ છૂટી જાય, માટે આને હણને સર્વ ધન લઈ લઈએ. આ પ્રમાણે નિશ્ચય કરીને બે જણાએ તે જટાધારી તપસ્વીને વાતમાં જેડી, એકે પાછળથી ખડ્ઝ વડે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તે સર્વે રે શિલા પાસે ગયા અને હાથ વડે સુવર્ણમય શિલાને સ્પર્શ કર્યો તે સુવર્ણની તે શિલા ઘણી મોટી જણાઈ. આ જોઇને તેઓએ વિચાર કર્યો કે-આ શિલા આપણી પાસેના શસ્ત્રો વડે કાપી શકાય તેવી નથી અને આખી શિલા કેઈનથી લેવાય તેવી નથી, તેથી આ રાત્રીમાં જેટલું લેવાય તેટલું આપણું છે, કારણ કે દિવસ ઉગે કે પછી અનેક વિને આવશે. ત્યારે એક જણ બે કે“ઘણ અને છીણી વગર આપણું ઈષ્ટ કાર્ય થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં અમુક સેની છે, તે આપણે પરિચિત છે, વિશ્વાસ અને આશ્વાસનનું સ્થાન છે, તેથી તેના ઘરે જઈને આ ગુપ્ત વાત કરી ઘણ અને છીણીઓ વગેરે ગ્રહણ કરાવીને આને વનમાં લાવીને આ શિલાના