________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ: ૧૦૮ [ ૨૮૫ બ્રાહ્મણે બહાર કાઢયાં. ત્યારે તે ત્રણે જણ, તે બ્રાહ્મણને પ્રણામ કરી કહેવા લાગ્યા કે-“હે ભટ્ટજી! તમે અમારા પર મહાન નિષ્કારણ ઉપકાર કર્યો છે, તેના બદલામાં અમે તમારા પર ગમે તેટલા ઉપકાર કરીએ તે પણ ઓછા છે, તેને બદલે વળે તેમ નથી, તે પણ શુભ અવસરે કૃપા કરી અમારે ઘરે આવશે ત્યારે યથાશક્તિ અમે આપની સેવા કરીશું. પરંતુ હવે આ કૂવામાં રહેલા મનુષ્યને તમે બહાર કાઢશે નહી, કેમકે તે જાતને સેની છે. માટે તે ઉપકારને અગ્ય છે. એ પ્રમાણે કહી તે ત્રણે જણ પોતપિતાને સ્થાને ગયા. તેઓના ગયા પછી બ્રાહ્મણ શંકામાં પડશે અને વિચારવા લાગ્યો કે-“આ સેનીને કહ્યું કે નહી.” એવા સંદેહમાં પડે, તે વખતે અંદર રહેલા સોનીએ કહ્યું, કે-હે બ્રાહ્મણ ! લોકોને ઉગ કરનાર અને વિવેક રહિત એવા વાઘ, વાનર અને સપનો ઉધ્ધાર તમે તુરત જ કર્યો અને મને કાઢવામાં વિલંબ કેમ કરે છે? હું મનુષ્ય છું. શું વાઘ, વાનર અને સર્ષથી વધારે દુષ્ટ છું? શું તમારા ઉપકારને હું ભૂલી જઈશ? માટે હે વિપ્ર ! મને જલદી બહાર કાઢે જન્મપર્યત હું તમારે સેવક થઈને રહીશ. તે સાંભળીને સરળ પ્રકૃતિવાળા બ્રાહ્મણે વિચાર્યું કે-“આ સેની સત્ય કહે છે, શું આ મનુષ્ય તિર્યંચથી પણ હલકો છે? જે થવાનું હોય તે થાઓ, પણ ઉપકારીએ પંક્તિને ભેદ રાખો ગ્ય નથી. તેઓએ પણ સત્ય કહ્યું છે. પરંતુ મારે આની સાથે શું પ્રજન છે? હું તે દૂર દેશમાં રહું છું અને આ તે આ જ દેશને