Book Title: Paia Vinnana Kaha Part 02
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઘણ અને છીણીએ તે આપણા હાથમાં આવી છે. તે તે ઘણ અને છીણી વડે ઉપર દેખાતું સુવર્ણ લઈ અને બાકીનું ધૂળથી ઢાંકી દઈને જઈએ અને પછી જ આવી આપણું ઈચ્છિત કાર્ય કરીશું. માટે જ્યારે આ સોની આવે ત્યારે તેને કહેવું કે “જલદી પાણી કાઢી આપ. અમને તરસ લાગી છે. આ સાંભળી જ્યારે તે પાણી કાઢવા કૂવા ઉપર જાય ત્યારે પાછળથી આપણે બધાએ એકઠા થઈને હાથ વડે ખેંચી એને કૂવામાં નાંખી દે. તેમ કરવાથી ઠંડા પાણીએ ખસ જશે.” આ સાંભળી બધાએ અનુમતિ આપી, તેટલામાં તે સેની પણ દેહ ચિંતા કરીને આવ્યું. ત્યારે ચોરેએ કહ્યું કે હે ભાઈ! અમને તું જલદી પાણી ખેંચી આપ, આટલું સરસ ભેજન આરોગવાથી અમને ખૂબ જ તૃષા લાગી છે. તે સાંભળી સોનીએ વિચાર કર્યો કે- હવે મોદકનું ઝેર ચઢવા લાગ્યું છે. તેથી પાણી પીને સર્વ ભૂમિ ઉપર પડશે અને દીર્ઘનિદ્રાને એટલે મરણને પામશે. ત્યાર પછી સર્વ ધન હું જ ગ્રહણ કરીશ.” એ પ્રમાણે રૌદ્રધ્યાન કરતે તે તેની પાણી ખેંચવા લાગે. તેટલામાં જ પ્રથમથી સંકેત પ્રમાણે તેઓએ સેનીને કૂવામાં નાખી દીધું. ત્યાર પછી ચેરે પણ એક ઘડી માત્રમાં અગાઉ ઝેરના લાડવા ખાધા હોવાથી મૃત્યુ પામ્યા. આ સર્વ વૃત્તાંત સરસ્વતીને બતાવી લક્ષ્મી બોલી કે- હે સરસ્વતી! જગતમાં ધનહી આત્માઓનું આ આ આશ્ચર્ય જોયું? આ દશ જણાએ, ધનરૂપી અગીયારમાં પ્રાણની પ્રાપ્તિ માટે પોતાના દેશે પ્રાણ ગુમાવ્યા, પણ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316