________________
૨૯૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ પ્રમાણે લક્ષ્મીનું વચન સાંભળી સરસ્વતીએ કહ્યું, કે-“હે બહેન ! એક તે તારું મોટું દૂષણ છે-જે પિતાના સેવક લેકોને મનુષ્યભવ વગેરેમાં વૈભવ વગેરે આપીને અને સુખ વગેરે દેખાડીને નરકમાં નાખે છે. પિતાના આશ્રિતને ઉધ્ધાર કરે એ જ મહાત્માઓને ઉચિત છે. તે સાંભળીને લક્ષ્મી બોલી કે હે બહેન! તું વિદુષી થઈ આવું કૃતનું જડપણું કેમ પ્રગટ કરે છે? કેવળ હું નરકમાં નાખું છું. એમ નથી. પણ મેહ રાજા વડે પ્રેરણા કરાયેલા પાંચ ઈન્દ્રિ, વિષય, અજ્ઞાન, વ્યસન, કમભાગે વગેરે જેને નરકગતિમાં નાંખે છે. પણ મારા બળથી વિવેક બુધિવાળા પરમપદના સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરી ઘણા જ સચ્ચિદાનંદરૂપી મેક્ષને પામેલા સંભળાય છે. શાસ્ત્રમાં પણ “કનકથી મુક્તિ એ પ્રમાણે ગવાય છે. તેમજ તારી પ્રાપ્તિમાં પણ મહાસત્વશાળી શ્રુતકેવળીઓ પણ મેહ રાજાથી પ્રેરાયેલા પ્રમાદના સેવનથી અનંત છે તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરે છે. તે શું તારૂં દૂષણ નથી? “આ પ્રમાણે લક્ષ્મી દેવીનું વચન સાંભળી કાંઈ હસીને સરસ્વતીએ કહ્યું, કે-હે બહેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહવને પિષણ કરનાર એક જ વાકય હું તને કહું છું, તે તું સાંભળ. જે કેઈને આપણી પ્રાપ્તિમાં મહા પુરૂષને સમાગમ, વિવેકરૂપી લોચનને લાભ, અને જિનેશ્વર ભગવંતના શાસનરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. તેઓ ત્રિવર્ગ-(ધર્મ, અર્થ અને કામના પરસ્પર અબાધિત સાધન)ને પ્રાપ્ત કરી પરમપદને