Book Title: Paia Vinnana Kaha Part 02
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 312
________________ લક્ષ્મી અને સરસ્તી સંવાદ ઃ ૧૦૮ [ ર૯૭ હું શક્તિમાન થતી નથી, ઉલટું તેના ઘરમાં જાણે વૃદ્ધિ પામવાની ઈચ્છા કરતી હોય તેમ હું વસુ છું. વળી તેઓ એક પુણ્યાનુબંધી પુણ્યથી મને બંધનમાં નાંખે છે, કે જેનાથી પ્રત્યેક જન્મમાં મારે તેમનું દાસીપણું કરવું પડે છે. પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે ચારેતરફ વૃધ્ધિ પામીને મારે તેઓને આધીન રહેવું પડે છે. તેઓનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિમાન નથી. છેવટે પાછા મને વગોવી નિંદા કરી તૃણની જેમ ત્યાગ કરી મુક્તિપુરીમાં જાય છે. આવા પ્રકારના શ્રી જિનેશ્વર શાસનના ઉપાસક એવા ભવ્ય જીવોને છોડી સર્વે સંસારી જ મારા સેવકો છે, તેમને હું હજારો વાર દુઃખ આપું છું. તે પણ તેઓ મારા ચરણની ઉપાસના અને મારી ઝંખના મૂકતાં નથી. મારા માટે તપ, જપ, કાય કલેશથી પાપાનુબંધી પુણ્ય પેદા કરે છે. પણ હું તેને ચારે તરફથી વૃદ્ધિ બતાવીને છેવટે નરક કે તિર્યગતિમાં નાખું છું. તિર્યંચગતિમાં ગયેલા તેઓ નિધાનરૂપે રહેલી મને ઢાંકીને ઉપર બેસી સેવે છે, વળી કેટલાંક અજ્ઞાનકષ્ટ કરવાથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે, તેઓ પણ બીજાની ભૂમિમાં રહેલાં દ્રવ્ય રૂપવાળા મારા સ્વરૂપને આશ્રય કરી કારણ વિના ત્યાં જ પડયા રહે છે. અને લોકોને માટીરૂપે અથવા કોલસારૂપે મને બતાવે છે. માટે હે ભગવતી ! સરસ્વતી ! સર્વ સંસારી જીની મોટાઈ હંમેશા મારી પ્રાપ્તિથી જ ગણાય છે, કેવળ જે કઈ મેક્ષના અથી મનુષ્યો છે. તેઓ જ તારી ઉપાસનામાં આસક્ત બની તારી મોટાઈ ગણે છે.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316