Book Title: Paia Vinnana Kaha Part 02
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 310
________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદઃ ૧૦૮ [ ૨૫ કેઈએ અગીયારમે પ્રાણ જે ધન તે પ્રાપ્ત કર્યું નહી. હું મનુષ્યને સેંકડે અને હજારે દુઃખમાં નાંખુ છું, રેગ વડે પીડું છું, ચાબુકના પ્રહારેથી મારું છું, ભિક્ષા મંગાવું છું, કેદખાનામાં નંખાવું છું. વધારે શું કહું? કોઈ પામેલે શત્રુ પણ જેવું ન કરે તેવાં સર્વ દુઃખ હું આપું છું, તે પણ સંસારી જી મારે કેડે મૂકતાં નથી. મારા માટે માતા, પિતા, પુત્ર, મિત્ર, ભાઈ, ચાકર, ગુરૂ વગેરેને પણ છેતરે છે અને તિરસ્કાર કરે છે અને તેઓને વિશ્વાસ ઘાત પણ કરે છે. કુળ, જાતી, દેશ, ધર્મ અને લજજા છોડી મારે માટે જ બધે ભ્રમણ કરે છે, તેમજ લહમીની ઈચ્છાવાળા તેઓ અકૃત્ય પણ કરે છે, ખરાબ બોલે છે અને અવિચારવાનું વિચારે છે. માત્ર એક જિનેશ્વરના વચનથી વાસિત અંત:કરણવાળા પંચમહાવ્રતને ધારણ કરનારા મુનિએની પાસે મારું કાંઈપણ ચાલતું નથી. તેઓ અનેક પ્રકારે સારી નિંદા કરે છે, મારી મેટાઈને નાશ કરે છે. મારી સંતતિરૂપ કામ અને ભેગોને ત્યાગ કરી, નાકના મળની જેમ દુર ફેંકી દઈ આ અસાર છે એમ નિંદા કરી, વનમાં જઈ, અશોકવૃક્ષ નીચે ઉભા રહી, ભારની જેમ સર્વ બાહ્ય-ઉપાધિને ત્યાગ કરી, મલિન વસ્ત્રવાળા, સ્નાનરહિત થઈ, ત્યાગ વૃત્તિવાળા, “લક્ષ્મી અને વૈભવને ન ભેગવવાં તેવી પ્રતીજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી જ્યાં ત્યાં પણ લેકેને સમુદાય ભેગો થાય ત્યાં હંમેશા મને તથા મારા કામગરૂપી પુત્રોને નિંદે છે. તેમજ તેઓ પિતાના વચનની ચાતુરાઈથી મારી અને મારા

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316