________________
[૨૯૩
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદઃ ૧૦૮ કરૂં.” ત્યારે નાગે કહ્યું, કે જે તું લાખ રૂપિયાની કૃપા અને દશ ગામ આ બ્રાહ્મણને આપે તે હું છોડું. તે સાંભળી રાજાએ તેમ કબુલ કરી, બ્રાહ્મણને તે પ્રમાણે સત્કાર કર્યો અને કુમાર પણ વિષ રહિત થશે. કૃતના એવા સેનીને રાજાએ વધ માટે આદેશ આપ્યું. પણ બ્રાહ્મણે કૃપાથી તેને છોડાવ્યું. માટે આ સેની પિતાની માનું પણ તેનું ચોરનાર એવાને આપણે સહાય કરવા અહીં લાવ્યા અને આ શિલા દેખાડી તે ઠીક કર્યું નહી, પહેલેથી જ કાંઈ બહાનું કાઢીને ઘણ છીણી વગેરે ઉપકરણે માગી લીધા હેતતે સારું થાત, હવે તે “સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. વળી આ શિલા એક દિવસમાં ટુકડા કરી શકાય તેમ નથી, આ કાર્ય પુરૂં કરતાં ઘણું દિવસે થાય તેમ છે. પ્રાતઃકાળ થયે લેવાશે તેટલું ધન લઈ આપણે તથા આ સેની પોતપોતાના ઘરે જઈશું. ઘેર ગયા પછી આ સેની, ઘણા સુવર્ણનું સ્મરણ થવાથી આકુલ-વ્યાકુલ થશે. કારણ કે એક રતી માત્ર પણ સુવર્ણ જેઈ જેનું ચિત્ત વિહવળ થાય તેને આટલું બધું આ સુવર્ણ જોઈશું શું ન થઈ જાય? એથી જરૂર આ કેઈ બળવાન સહાયકની સાથે ભાગ કરી આખી શિલા ઉપાડી જશે અને આપણા માથે ઘણું સુવર્ણ લઈ ગયાને આરોપ મૂકી આપણને કલંક આપી મહાસંકટમાં નાખશે, માટે હવે આપણે અહીં શું કરવું? તે સાંભળી એક જણે કહ્યું કે-જે મારૂં કહેવું કરશે તે કાંઈ પણ વિષ્ણ આવશે નહિ. તેઓએ કહ્યું કે કેવી રીતે? તેણે કહ્યું કે