________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ: ૧૦૮ [ ૨૯૧ અગ્ય ઉપર કરેલા ઉપકારનું ફળ આવું તમને મળ્યું તે વખતે તે બ્રાહ્મણે કહ્યું, કે- હે રાજસેવકે ! મને છેડી દે, રાજકુમારને જીવતે કરૂં.” ત્યારે રાજસેવકે રાજાની પાસે દોડતાં ગયા અને હર્ષસહિત બ્રાહ્મણની વાત રાજાને કરી. રાજાએ કહ્યું, કે– બંધનથી છૂટે કરી તે બ્રાહ્મણને અહીં લાવે. સેવકે તે પ્રમાણે છૂટો કરી બ્રાહ્મણને રાજાની પાસે લાવ્યા. રાજાએ કહ્યું, કે-હે બ્રાહ્મણ! કુમારને તમે જીવાડશે તે “તમે જ માર્યો અને તેમે જ જીવાડીને આવે.” તેમ અમે માનીશુ તેમ જ તમારી જે વિડંબના કરી તેને બદલે તમારે અધિક પૂજા સત્કાર થશે. માટે તમે જલદી આને જીવતદાન આપે. બ્રાહ્મણ બે કે-નીતિ વિરૂધ્ધ કરવાથી હું આ વિડંબના પામે છું, હવે હું સર્વ વૃત્તાંત તમને જણાવીશ. એમ બેલ તે બ્રાહ્મણ વિષથી ભરેલા તે કુમાર પાસે જઈ ગોળ માંડલું કરી ધૂપ, દીપ, વગેરે મેટા આડંભરપૂર્વક સ્નાન કરાવા લાગ્યું. રાજા વગેરે લોકો ચારે તરફ ઉભા ઉભા જુએ છે. તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરી બેલ્યા કે હે બ્રાહ્મણ ! આ દુષ્ટ રાજાના પુત્ર ઉપર ઉપકાર કરવા કેમ પ્રવૃત્તિ કરી રહ્યો છે? તને ગધેડા ઉપર બેસાડી આ કરાયેલી વિડંબના શું તું ભૂલી ગયે?” રાજાએ પૂછ્યું કે મારી દુષ્ટતા કેવી રીતે? નાગદેવતાએ કહ્યું, કે-તારા પુત્રને તે વાઘ માર્યો છે અને ત્યાર પછી કેટલાક સમય ગયે દૈવગે અમે ત્રણે મિત્રે કૂવામાં પડ્યા અને ચોથે આ સેની પણ કૂવામાં પડયો હતો. આ અવસરે નિષ્કારણ એ આ