________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ૧૦૮ [ ૨૮૩ થાય તેમ નથી. તેથી માત્ર બે ઘડી મારા ઘરમાં તમે બેસે, તેટલી વારમાં છે તમારા અને એક મારો એમ સાત લાડવા તૈયાર થઈ જશે અને પછી આપણે તે લાડવા લઈને ત્યાં જઈશું, ત્યાં જઈલાડવા ખાઈને સ્વસ્થ થઈ આપણે આપણું કાર્ય શરૂ કરીશું. તમે પણ મારી કાર્ય કુશળતા જાણશો. એક રાત્રીમાં જ તેના કટકા કરી તમને આપી દઈશ. પછી જેવી મારી મહેનત તમને લાગે તેવું મને ઈનામ આપજે, હું તે તમારે સેવક છું. તમારી કૃપાથી તે જીવું છું, તમારું કાર્ય મારું માથું આપીને પણ પૂર્ણ કરીશ.”
આ પ્રમાણે વાત કરી, તેઓને ખુશ કરી, પિતાના ઘરમાં લઈ જઈ પાન, સોપારી, બીડી, છેકે વગેરેથી તેમને સત્કાર કરી, ઘરની ઉપર પતે જઈ ઘઉંને લેટ, ઘી, ગોળ, વગેરેથી સારા સુગંધીદાર સાત લાડુ બનાવ્યા. તેમાંથી છ મેટા ઝેર વાળા બનાવ્યાં અને સાતમે પિતાને માટે ઝેર મુક્ત નાને બનાવ્યું. આ પ્રમાણે તૈયાર કરી સર્વે પાંદડામાં બાંધી અથાણું વગેરે પણ તેમાં મૂકી પિટલી બાંધી લેઢાની છીણીઓ, ઘણુ વગેરે લઈ ચરાની સાથે ઘરેથી નીકળે. પછી તે સર્વે જલ્દીથી તે શિલા પાસે પહોંચી ગયા. ત્યાં તે ચરેએ સેનીને શિલા બતાવી. તે પણ તેને જોઈને તથા સ્પર્શ કરીને ચકિત બની ગયે, હવે તે લેભથી મૂઢ થઈ ચોરેની સામે આ હારની પિટલી છોડીને વિષ રહિત લાડુ પોતાના હાથમાં લઈ બે કે-હે સ્વામી! પુણ્યશાળીઓ! તમારા ઉપર ઈશ્વર પ્રસન્ન થયા છે કે