________________
૨૭૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અહીંથી ઉપાડીને કઈ પણ લઈ જઈ શકે તેમ નથી. તેથી આના કકડા કરીને કે ગુપ્ત સ્થાને ભૂમિમાં નાખી તેના ઉપર પડી બનાવી તેમાં નિવાસ કરું તે ચિંતિત અર્થની સિદ્ધિ થાય. પણ ઘણું, છીણી, હડી વગેરે લેઢાના હથિયાર વિના આના કકડા કેવી રીતે કરું? તેથી કેઈની પાસે તપાસ કરી તે મેળવીને પછી મારું ઈ રિછત કાર્ય કર્યું. પરંતુ હવે તે રાત્રિને સમય થઈ ગયે છે શું કરું ? કયાં જાઉં? જે કદાચ આને છોડીને ગામમાં હથિયાર લેવા જાઉં તે પાછળથી, કોઈ બલવાન આવીને આ સુવર્ણને ગ્રહણ કરી અહીં રહી જાય તે મારૂં ચિંતવેલું બધું વિપરીત થાય! આ પ્રમાણે તે તપસ્વી વિચારમાં પડે.
તેટલામાં છ શસ્ત્રધારી ચોર ત્યાં આવ્યા. તેઓ નગ્ન જટાધારી તાપસને જોઈને આ પ્રમાણે બોલ્યા કેહે સ્વામી ! આ જળ અને મનુષ્ય રહિત અરણ્યમાં આપ શી રીતે રહે છે? ચોરનું વચન સાંભળીને જટાધારી તાપસે કહ્યું કે અમારા જેવા સંગ રહિત તપસ્વીએને વનમાં રહેવું જ કલ્યાણકારી છે, જે કઈ મહા તપસ્વી છે તેઓની આ જ રીતિ છે. પરંતુ તમે કેમ ઘરને ત્યાગ કરી મધ્ય રાત્રિએ આમ વનમાં આવ્યા છે ત્યારે તેઓ બોલ્યા કે “તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય બોલવું જોઈએ? અમે તે ચેર છીએ અને આ દુખે કરીને પુરી શકાય તેવા પેટને માટે ચોરી કરવા નીકળ્યા છીએ. આ પ્રમાણે તેમનું વચન સાંભળીને તાપસે વિચાર્યું કેઆ ધનના અથી છે, વળી શસ્ત્રો સહિત છે, માટે તેમને