________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ઃ ૧૦૮ [ ૨૭૭ ભૂમિ ઉપર પડયા, અતિ તિણ પ્રહાર થવાથી એક ઘડીમાં જ તેઓ મરણ પામ્યા,
તે વખતે વનકુંજમાં બેઠેલી લક્ષ્મીએ સરસ્વતીને કહ્યું, કે- ધનના અર્થીઓનું ચરિત્ર જોયું કે?’ હજુ આગળ પણ જે, શું થાય છે. ત્યાર પછી તે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કંઈપણ નગ્નતપસ્વી સાધુ તે માર્ગે આવતું હતું, તેણે સૂર્યના તેજથી પ્રકાશિત શિલાને ભાગ છે. અને મનમાં વિચાર કરવા લાગ્યું કે-આ મહારણ્યમાં સૂર્યના કિરણ જેવું તેજસ્વી શું છે? હું આ વિચિત્ર પદાર્થ જોઉં તે ખરે, એ પ્રમાણે કૌતુક બુદ્ધિથી તે શિલાની સન્મુખ ચા. અનુક્રમે તે શિલાની પાસે આવ્યું. તેણે શિલાનો એક પણ જોયે, હાથ વડે ધૂળને દૂર કરીને તેણે જોયું તો એક ખૂબ જ વિશાળ સોનાની શિલા ત્યાં પડી છે. આ જોઈને તાપસનું ચિત્ત લેભરૂપી કાદવથી મલીન થયું, તે મનમાં વિચાર કરવા લાગ્ય-“અહો ! આટલું બધું ધન અહીં છે, આને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે. જેને માટે આટલું બધું કષ્ટ સહન કરું છું, તે તે અહીં જ પ્રાપ્ત થયું. માટે હવે અહીં જ રહેવું. એ પ્રમાણે વિચારી તે આમતેમ જોવા લાગ્યો, ત્યાં તે તે બન્ને રાજસેવકોને આગળ પડેલા જોયા. તેમને જઈને તેણે વિચાર્યું કે ખરેખર આ બન્ને જણા આ ધનને માટે જ પરસ્પર શસ્ત્રના ઘાથી મરણ પામ્યાં જણાય છે. માર્ગની સમીપમાં રહેલું આ ધન અહી ગુપ્ત કેવી રીતે રહે. તેથી અહીં રાખવા નથી, આ બધું