________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ
[ ૨૭૫ કહ્યું, કે-“તારો આમાં ભાગ નથી.” આ સર્વ મારૂં છે. હું જ ગ્રહણ કરીશ, કેમકે મેં તે તને પ્રથમથી જ કહ્યું, હતું કે-હે ભાઈ ! ચાલે આપણે ત્યાં જઈને જોઈએ કે– તે તેજસ્વી વસ્તુ શું છે? ત્યારે તે જવાબ આપ્યો હતે કે- તું જ જા, તારા પૂર્વજોએ મૂકેલી થાપણનું પોટકું બાંધી ઘરે આવજે, મને ભાગ આપીશ નહી. આ પ્રમાણે કહી તું તે આગળ ચાલતે થયે હતા અને હવે પાછો ભાગ માંગતા તને પિતાનું વચન યાદ આવતું નથી? હું તે સાહસ કરીને અહીં આવ્યું, મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે. તારૂં અહીંયા શું લાગે છે? જેમ આવ્યો તેમ ઘેર પાછો ચાલ્યું જા, આમાંથી એક કેડીના મૂલ્ય જેટલું પણ તને આપીશ નહી. ફેગટ શા માટે ઉભે છે? અહીંથી ચાલ્યો જા, નહીં તે તારે અને મારે મૈત્રી રહેશે નહી. આ પ્રમાણે તેના વચનો સાંભળીને લોભને વશ થયેલો બીજે પણ કેધથી બે કે-“અરે ! મૂર્ખશેખર ! કેમ મારે ભાગ નહીં” હું અને તું એક રાજાના સેવકે છીએ. રાજાએ એક જ કાર્ય માટે આપણને મોકલ્યા છે, તેમાં લાભ કે હાનિ સુખ કે દુઃખ જે કાંઈ થાય તે આપણે બન્નેને લેવાનું છે અને સહન કરવાનું છે, એક જે સ્વામિએ એક જ કાર્યને માટે ફરમાવેલા સેવકોને જે કાંઇ લાભ થાય, તે સર્વે વહેંચીને લેવું જોઈએ. એ પ્રમાણે રાજનીતિ છે. તે શું તું ભૂલી ગયે? માટે હું તે તારા માથે થપ્પડ દઈને આમાંથી અર્ધો ભાગ લઈશ, તું કંઈ નિંદ્રામાં ઉંઘે છે, શું આ જગત્ મનુષ્ય રહિત થઈ ગયું છે, કે જેથી તારૂં જ