________________
૨૭૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જઈને રાજાને વૃત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા પૂછશેતારી સાથે બીજે હતું તે કયાં ગયે ? તે વખતે હું જવાબ આપીશ?' સત્ય કહેવાથી શું થશે? તે જણાતું નથી, માટે એકલા જવું એગ્ય નથી, તેને લઈને જ જવું એમ વિચારીને કેઈ ઉંચા પ્રદેશ પર ચઢીને મેટા સાદે તેને તે બોલાવવા લાગે. તે પ્રથમના સેવકે સાંભળ્યું. પરંતુ દ્રવ્યના લેભથી મૂઢ થયેલા તેણે પણ ઉંચે ચઢીને હાથને સંકેતપૂર્વક મોટા અવાજથી જવાબ આપવા લાગે “તું જા” હું આવું છું. આ સાંભળી બીજાએ ફરીથી તેને બોલાવ્યું. તેણે પહેલાના જેવા જ ઉત્તર આપે. આમ વારંવાર બોલાવ્યા છતાં પણ તે આવ્યું નહીં. ત્યારે બીજાના મનમાં શંકા થઈ કે મેં ઘણીવાર બોલાવ્યા, છતાં તે કેમ આવતું નથી ? કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે હું પણ ત્યાં જઈને જોઉં તે ખરે કે શું કારણ છે? એમ વિચારીને માથી પાછો ફરી તે તેના તરફ ચાલ્યો. તેને આવતે જઈ પહેલાએ બૂમ પાડી કે- તું જા, જા, હું પાછળથી આવું છું ફેગટ સમય કેમ ગુમાવે છે. આ પ્રમાણે કહ્યા છતાં પણ શંકાને લીધે તે ત્યાં આવ્યો. તે પણ સુવર્ણમય શિલા જેઈ વિસ્મય પામે. અને માથું હલાવતા બે કે- હે ભાઈ! મેં પણ તારું કુટિલ પણ જાણ્યું. મને પણ તું છેતરે છે? કે–આ અરયમાં રહેલું સુવર્ણ હું એકલેજ ગ્રહણ કરીશ? આટલું બધુ સુવર્ણ તને એક્લાને શી રીતે પચશે? માટે આપણે બને વિભાગ કરી ગ્રહણ કરીએ. તે સાંભળી પહેલાએ