________________
૨૫૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સાસુ-સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધા બેલી-તે તું તેમની આજ્ઞા વગર મને કેમ રાખી શકીશ?” વહુ બેલી“હે માજી ! આ ઘરમાં મારા સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને દીયર, દેરાણી છે. તે સર્વે મારી અનુકૂળ છે, માટે તમારે અહીં સુખની રહેવું.” તે સાંભળી વૃદ્ધાએ કહ્યું કે- એમ જ હોય તે પણ નહી, પણ તારા સાસુ સસરા સન્માનપૂર્વક મને આગ્રહથી રાખે તે જ હું રહી શકું. નહી તે એક ઘડી પણ હું અહીં રહેવાની નથી. કારણ કે હે પુત્રી ! જ્યાં એકના ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હેય તે ત્યાં રહેવું એગ્ય નથી.” વહુ બેલી કે-જે તેઓ સર્વે વિનયપૂર્વક તમારૂં સન્માન કરે, તે તમે સ્થિર ચિત્તે અહીં રહેજે? બીજી કોઈ ઇચ્છા છે? ત્યારે વૃધ્ધાએ કહ્યું, કે-“બસ એટલું જ જોઈએ છે.” તરત જ વહુ જલદી ચાલી અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસી ધર્મ સાંભળી રહ્યા છે, ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું,-કે “હે માતા ! આપ જલદી ઘરમાં આવે! ત્યારે સાસુએ શ્રવણ ભંગ થવાથી કહ્યું, કે મુખી કેમ ફેગટ અમૃત સરખી વાણી સાંભળવામાં વિના કરે છે, વિધાતાએ તને મનુષ્યરૂપે ગધેડી બનાવી લાગે છે. દુર્લભ એવા મનુષ્ય જીવને સફળ કરતી એવી મને તું બૂમ પાડીને કેમ વિન કરે છે, તેથી તેના પાપ વડે, તું મરીને ગધેડી થઈશ ? ત્યારે વહુએ કહ્યું, હે પૂજ્ય ! એક વૃધમાતા આપના મહા પુણ્યના ઉદયથી ચિંતા બોલાવ્યા વિના લક્ષ્મીજીની જેમ અહિં આવ્યા છે. તે