________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ
[ ૨૬૭ આવ્યા છે અને તે માટે સ્વરે અનેક સુંદર કાવ્ય બેલે છે અને ત્યાં અનેક ભવ્યજીવે તે શ્રવણ કરે છે. ત્યારે વૃધાએ કહ્યું, કે-“અરે ! મારા કર્મને આ દેષ છે, શ્રવણમાં રસિક આ લેકે ધન્ય છે. જેઓ હર્ષપૂર્વક ધર્મ સાંભળી આનંદ પામે છે, પરંતુ મારા કાનમાં તે તપાવેલું સીસું નાંખવા જેવું આ લાગે છે. ત્યારે શેઠે કહ્યું, કે-હે માતા ! હું એનું નિવારણ કરું, ત્યારે વૃદ્ધાએ કહ્યું, કે-“સાંભળવામાં આપણાથી અંતરાય કેમ કરાય.” શેઠે કહ્યું, કે- “તમારા દુઃખનું કારણ નિવારણ કરવામાં અમને દોષ નથી, માટે તેને આ સ્થાનેથી ઉઠાડી મૂકું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈ ધર્મશ્રવણ કરાવશે, અહીં એનું શું લાગ્યું છે ? એમ કહી શેઠ દેડતાં ત્યાં જઈ કોધ પૂર્વક બેલ્યા કે- હે ભટ્ટ! તમે અહીંયાથી હવે ઉભા થાઓ, કારણ વગર અહીં શું કે લાહલ માંડે છે. તે વખતે ત્યાં બેઠેલા ધર્મ રસિકોએ કહ્યું, કે--હિ શેઠ ! આ શ્રેષ્ઠ બ્રાહ્મણ તમારું શું લઈ જાય છે? શું તમારી પાસે કાંઈ પણ માંગે છે? આ તે તમારા પુણ્યના ઉદયે જ સાક્ષાત્ આ બ્રહ્મા જ બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા લાગે છે, માટે હે શેઠ ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્રને જાણનાર થઈ આવું હલકા માણસને ચગ્ય કેમ બેલે છે?” ત્યારે શેઠે કહ્યું, કે–“તમારી વચનની ચતુરાઈ જાણું છું. આવી ચતુરાઈ કેઈ બીજા પાસે કરવી, મારી પાસે નહી, જે તમે શ્રવણ કરવામાં આટલા બધા રસવાળાં છે તે આને ઘરે બોલાવને તમે કેમ સાંભળતા નથી? અહિંયા અમારા ઘરનાં