________________
સરસ્વતી અને લક્ષ્મીને સંવાદ
[ ૨૬૯ ત્યાં લક્ષ્મી દેવીએ સરસ્વતીને બોલાવી કહ્યું કે હે સરસ્વતી ! ઈ તારી સ્થિતિ? લેકમાં તે એવી રૂઢી પ્રવર્તાવી છે કે-લક્ષ્મીનાં મસ્તક ઉપર મારૂ સ્થાન છે તે વાત સાચી, પરંતુ એને રાજાએ પિતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે અક્ષરે રૂપે તને બનાવી છે. વળી જે અક્ષરે રૂપ મુદ્રા વિના કદાચ સુવર્ણ કે રૂપું ન વેચાતું હેત તે તારૂં મહાવ સાચું. બાકી તે તારે બડાઈ મારવાનું છે, કેમ કે અક્ષરે વિના પણ સોનું કે રૂપું વેચાય છે. સરસ્વતીએ કહ્યું- હે લક્ષમી ! મહ અજ્ઞાનથી અંધ થયેલા લેકમાં તું જ પ્રધાન છે, કેમ કે ઉત્તમ મુનિજને વિના બીજા સર્વે સંસારી જી ઈન્દ્રિય સુખમાં આસકત છે. તેથી તે સર્વે તારી જ અભિલાષા કરે છે અને જે કંઈ પરમાર્થને જાણનારા અને જિનેશ્વરના વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ મારી ઈચ્છા કરે છે. લહમીએ કહ્યું હે સરસ્વતી ! જે કઈ તારી ઈચ્છા કરે છે, તેઓને તું પણ પ્રાયઃ અનુકૂળ થાય છે, તેની સાથે તું રહે છે, તેઓના છેડા કે ઘણા પ્રયાસને તું સફળ કરે છે. તેમનું પડખું તું મૂકતી નથી અને તેમને તું સર્વથા નિરાશ પણ કરતી નથી, પરંતુ જે કઈ શાસ્ત્રને અભ્યાસ કરતાં ખેદ પામી તારાથી વિમુખ થાય છે, તેઓ તારો ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતાં નથી, વળી જેઓ તારા પર અત્યંત આસક્ત છે, તેઓ પણ મને ઈચ્છે છે, શાસ્ત્રોને અભ્યાસ પણ મને મેળવવા માટે જ કરે છે. એ પ્રમાણે કરતાં તેઓને મારે સંગ થાય તે તેઓ ગર્વ સહિત બડાઈ મારે