________________
૨૬૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
છે. તે ચાકરે તે પ્રમાણે શેઠને કહ્યું. ત્યારે શેઠે ક્રોધથી આ પ્રમાણે કહ્યું, કે-એવું શું માટુ' કાઈ આવી પડયુ છે કે જેથી આવા ધર્મીના ઉપદેશ શ્રવણ સમયે ખેલાવે છે? માટે જા જા અને તેણીને કહે કે-જે કામ હોય તે હમણાં રાખી મૂકો. ચાર ઘડી પછી આવીશ. હુમણાં મૌન ધારણ કરી અમૃત સરખી દેશના સાંભળેા. એ સાંભળીને ચાકરે તે પ્રમાણે શેઠાણીને જણાવ્યું. ફરીથી શેઠાણીએ કહ્યું, કે તું ફરીથી શેઠને કહે કે-ઘણું અગત્યનું માટુ કામ છે. માટે ઘરમાં જલ્દી આવે. ત્યારે ચાકરે કહ્યું, કેહું તે હવે જઈશ નહી, કારણ કે મારા ઉપર શેઠ ગુસ્સે થાય છે, માટે ખીજાને કહેા. ત્યારે શેઠાણીએ બીજા સેવકને માકળ્યે, તેને પણ શેઠે તે જ પ્રમાણે જવાબ આપ્યા. ત્યારે છેવટે શેઠાણી મારણા ઉઘાડી લેાકેાની લજ્જાના ત્યાગ કરી, મુખનું આવરણ દૂર કરી શેઠને કહેવા લાગી કે− હું સ્વામિ ! જલ્દી ઘરમાં આવે, ઘણું મેહુ કામ આવી પડયું છે. ત્યારે શેઠે વિચાર કર્યું કે-‘ખરેખર કાંઇક રાજ્યનું કાર્ય આવી પડયું લાગે છે, નહી તે। લાજ છેડીને આટલા લાકે બેઠાં છતાં કેમ મેહુ' ઉધાડીને ખેલે ? માટે અવશ્ય મારે જવું જોઈ એ.’ એ પ્રમાણે વિચાર કરી તે મહામુશ્કેલીથી ઉભા થઇ ઘરમાં આવી કહ્યું કે-અરે! એલ, એલ, કેમ ધ શ્રવણમાં અંતરાય કરી મને ખેલાવ્યા છે. શેઠાણીએ કહ્યું, હે સ્વામિ ! આકુળ વ્યાકુળ કેમ થઇ જા
છે ? તમારૂં ભાગ્ય ઉઘડયુ છે. જે કારણથી કોઇ વૃદ્ધ માતા આપણા ઘરે આવી છે. શેઠે કહ્યું-કાણુ તારી વૃધ્ધ માતા