________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ
[ ૨૫૭ અને શું થશે? હમણાં તો હું એકલી જ છું, આવા પાત્રો તે મારી પાસે ઘણાં જ છે, પરંતુ મારી સેવા કરનારું કોઈ નથી જે કે મારી સેવા કરે અને જિંદગી પર્યત મને અનુકૂળ રહે તેને મારી સર્વ લક્ષ્મી આપી દઉં. મારે રાખીને શું કરવું છે. લક્ષ્મી કેઈની સાથે ગઈ નથી અને જશે પણ નહી.' એમ કહી તે વૃદ્ધાએ ઝોળી ઉઘાડી તે વહુને બતાવી. વહુ તે ઝોળીની અંદર જેવા લાગી. તે તેમાં અનેક રત્નોના પાત્ર અનેક રત્નોના આભૂષણે, તેમજ તે દરેક કેડ કેડના મૂલ્યવાળા, પૃથ્વી ઉપર અલભ્ય, કોઈ વખત પૂર્વે નહીં જોયેલા પુરૂષ અને સ્ત્રીને યોગ્ય વસ્ત્ર હતાં. તે વહુ ઝોળીમાં આભૂષણ જોઈ કથા સાંભળવાનું ભૂલી ગઈ અને લેભથી વ્યાકુલ ચિત થયું. લોભમાં આસક્ત તે વહુએ વૃધ્ધાને કહ્યું કે માતા ! શા શા માટે તમે દુઃખી થાઓ છે? હું તે તમારી પુત્રી તુલ્ય છું. જીવન પર્યંત હું તમારી સેવા કરીશ. આપે કાંઈ પણ શંકા કરવી નહીં, ઘરની અંદર આવે અને સુખેથી આ ભદ્રાસન પર બેસો.” ત્યાર પછી તે વૃધા ધીમે ધીમે ચાલતી ઘરની અંદર આવી અને ભદ્રાસન ઉપર બેઠી. તે વહુ “ખમા ઘણી ખમા એ પ્રમાણે બેલતી દાસીની જેમ તેની પાસે ઉભી રહીને વૃધાની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ વહુને પૂછયું કે “હે પુત્રી તું મને અહીં રાખવાને ઈચ્છે છે, તે શું આ ઘરમાં તું જ મુખ્ય છે? કે જેથી તું નિઃશંકપણે મને નિમંત્રણ કરે છે? ત્યારે વહુ બોલી કેહિ માછ! હું મુખ્ય નથી, પણ મારા