________________
૨૧૮]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેલના કુંભને જેટલામાં ઉપાડે છે તેટલામાં દિવ્ય પ્રભાવથી તે કુંભ ભાંગી ગયે, છતાં પણ મનમાં અલ્પ પણ ઉદ્વેગ નહી કરતી તે સતી સ્ત્રી ફરી બીજે કુંભ જેટલામાં ઉપડવા લાગી તેટલામાં તે પણ ભાંગી ગયે, આ પ્રમાણે દિવ્ય પ્રભાવથી ત્રણ ઘડા ભાંગ્યા. તે પણ તેણીએ હૃદયમાં ખેદ ધારણ ન કર્યો. પરંતુ ફક્ત આ પ્રમાણે તેણુએ કહ્યું, અહો! મંદ ભાગ્યવાળી છું, જે કારણથી મારું આ તેલ પ્લાન સાધુ મહત્માની ભકિત માટે ન થયું તેથી તે દેવ તેણીને દઢ અને નિશ્ચલ ભાવ જોઈ વિસ્મય સહિત પિતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કરીને કહે છે કે-હેકલ્યાણ કરનારી સ્ત્રી ઈન્ડે પિતાની સભામાં તારી ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી, તેથી તારી પરીક્ષા કરવા હું અહિં આવ્યો છું. વળી અહિં ઈન્દ્ર કરેલી પ્રશંસાથી પણ અધિક ધર્મમાં સ્થિરતા જોઈ હું પ્રસન્ન થયે છું. તેથી મારી પાસેથી કંઈ પણ ઇચ્છિત વસ્તુ માગ. તે વખતે સુલસાએ પણ મધુર વાણીથી તે દેવને કહ્યું, હે દેવ ! જે તમે ખુશ થયા છે તે પુત્રની પ્રાપ્તિને ઈચ્છિત વરદાન મને આપો. તેથી તે દેવ પણ તેણને બત્રીસ ગુટિકાઓ આપીને કહ્યું, કે–તમારે આ ગુટિકાઓ કમથી ભક્ષણ કરવી. તેનાથી તેને ઘણું સુંદર બત્રીશ પુત્ર થશે, પછી પણ મારે એગ્ય કાર્ય હોય તે તમારે ફરી પણ મારું સ્મરણ કરવું. આ પ્રમાણે કહી દેવ સ્વર્ગમાં ગયો.
હવે સુલસાએ વિચાર કર્યો કે-“આ ગુટિકાઓને કમથી ભક્ષણ કરવાથી આટલા બત્રીશ બાળક થશે. ઘણા