________________
હ -
તુલસી શ્રાવિકાની કથા
- ૧૦૪ જે ગુરુના હૃદયમાં હમેશા વસે છે તે પુરુષ અત્યંત ધન્ય જાણુ. અહિં સમ્યગ્દશનના પ્રભાવવાળું ભુલસા શ્રાવિકાનું દૃષ્ટાંત છે.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામનું નગર છે. તેમાં પ્રસેનજિત રાજા રાજ્ય કરે છે. તે રાજાની સેવામાં તત્પર નાગ નામને સારથી છે. તેને પતિવ્રતાપણું વગેરે શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત. શ્રેષ્ઠ જિન ધર્મમાં અનુરાગવાળી સુલસા નામની પત્ની છે. એક વખત નાગસારથી કેઈકના ઘરમાં કોઈપણ ગૃહસ્થને ઘણા પ્રમોદથી પિતાના ખોળામાં પુત્રને લાલન કરતા રમાડતા જોઈને પિતાને પુત્ર નહિ હોવાથી દુઃખી થયેલે તે હથેલી ઉપર મેટું રાખી વિચાર કરવા લાગે. “અહે! મંદભાગી છું, જે કારણથી ચિત્તને આનંદ આપનાર મને એક પણ પુત્ર નથી, આ પુરુષ ધન્ય છે, કારણ કે આને હૃદયને આનંદ આપનાર ઘણા જ પુત્ર છે. આ પ્રમાણે ચિંતારૂપી સાગરમાં મગ્ન થયેલા પિતાના સ્વામીને જોઈને અત્યંત નમ્ર એવી સુલસા મધુર વચનથી કહે છે-“હે સ્વામી! આજે આપના ચિત્તમાં કઈ ચિંતા પ્રગટ થયેલી છે?” તે કહે છે કે- હે પ્રિયે ! બીજી કઈ ચિંતા નથી પરંતુ એક પુત્રના ભાવની ચિંતા છે તે જ મને અત્યંત પીડે છે. તે સાંભળી સુલસાએ કહ્યું કે હે સ્વામિ ! ચિંતા ન કરે, પુત્રની પ્રાપ્તિ માટે સુખેથી બીજી કન્યા સાથે પાણિગ્રહણ