________________
છે ચંડ રૂદ્રાચાર્યની કથા
૧૦૭ વિશુધ્ધ મનવાળે જીવ સર્વછાને ખમાવતે અને પોતે પણ ક્ષમા આપવામાં તતપર ચંડ રૂદ્રાચાર્યની જેમ તે જ ક્ષણમાં કર્મક્ષય કરી કેવી જ્ઞાન પામે છે.
ઉજજયિણ નગરીમાં પાપપ્રવૃત્તિને ત્યાગ કરનારા ગીતાર્થ એવા ચંડરૂદ્ર નામના પ્રસિદ્ધ આચાર્ય હતા. પરંતુ તે પ્રકૃતિથી જ પ્રચંડ કેપવાળા હતા તેથી મુનિઓની સાથે રહેવા અસમર્થ થયા અને સાધુઓથી રહિત વસતિમાં રહી એકાંત સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર બની યત્નપૂર્વક ઉપશમ ભાવનાથી આત્માને દઢ રીતે શુભ ભાવમાં રાખતા ગચછની નિશ્રામાં રહે છે.
હવે એક વખત ક્રીડાપ્રિય એવા મિત્રોની સાથે ન પરબેલે અલંકાર વગેરેથી સુશોભિત એવા એક શેઠને પુત્ર ત્રણ રસ્તા, ચઉટુ અને બજાર વગેરેમાં ફરતા તે સાધુઓની પાસે આવી બેઠા, તેના મિત્રોએ મશ્કરીપૂર્વક કહ્યું, હે ભગવંત! આ અમારે મિત્ર સંસારના વાસથી ઉદ્વેગ પામેલે છે અને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. એથી જ વિવિધ પ્રકારના શણગાર સજી અહીં આવેલ છે. તે આને દીક્ષા આપે. મુખની આકૃતિ અને તેઓની ચેષ્ટા જાણવામાં કુશળ મુનિઓ તેઓને મશ્કરી કરતા ન જાણતા હોય તેમ પિતાનું