________________
૨૫૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રની જેમ ઉભા રહે છે, વળી ધનિકેની પાસે અનેક પ્રકારના પ્રિય વચને બોલે છે, વિવિધ કાર્યો વડે પિતાની કુશલતા બતાવે છે. તેથી શ્રીમંત પ્રસન્ન થાય છે, અન્યથા પ્રસન્ન થતા નથી. તે કારણથી હે સરસ્વતી ! તે અંગીકાર કરેલા પુરૂષે મેં અંગીકાર કરેલા પુરૂષના સેવક જેવા થાય છે અને મેં અંગીકાર કરેલા પુરૂષના દે પણ ગુણ પણે પરિણામ પામે છે. માટે જગતમાં હું જ મેટી છું. માત્ર જૈન મુનિઓ સિવાય બીજા જે પુરૂષ તારી સેવા કરે છે તેઓ સર્વે પ્રાયે મારી પ્રાપ્તિને માટે જ કરે છે તેઓને શાસ્ત્ર અભ્યાસ પણ હું શાસ્ત્ર વિશારદ થઈ ઘણી લક્ષ્મી પ્રાપ્ત કરીશ એ પ્રમાણે સાધ્ય સાધન માટે જ છે. જગતમાં પ્રાયઃ બાળકે જે તેને અનુસરે છે તેઓ પણ ઉત્સાહ રહિત, માત-પિતા કે અધ્યાપકના ભયથી જ તને સેવે છે પરંતુ પ્રીતિ પૂર્વક તેને અનુસરતા નથી. બીજા કેટલાંક વૃદ્ધ પુરૂષે તને અનુસરે છે. તેઓ પણ લજજાથી, ઉદર ભરણ પિષણના ભયથી જ, વાસ્તવિક રીતે મેં અંગીકાર કરેલા પુરૂષને પ્રસન્ન કરવા માટે અભ્યાસ કરે છે. તદ્ ઉપરાંત લોકો પણ તેની હાંસી કરે છે. કે–અહો! જુઓ તે ખરા આટલી મોટી ઉંમરે આ ભણવા બેઠે છે, શું પાકે ઘડે કાંઠા ચઢાવવાના છે ? અને મારે માટે તે સર્વે સંસારી જે અનુકૂળ છે. નાના બાળકે પણ મારું નાણદિક સ્વરૂપ જોઈ તરત જ ઉલ્લાસ પામે છે અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબે કરે છે, તે પછી જેઓ પરિપકવ અવસ્થા વાળા છે. તેઓ