________________
૨પર ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
દ્વારની પાસે તે ધનિકનું આસન હતું. ઘણું ઉત્તમ વસ્ત્રાલંકાથી વિભૂષિત થયેલા તથા સેવકથી સેવાયેલા અને મનહર ભદ્રાસન ઉપર બેઠેલા તે ધનિકને દેખીને તે માયાવી બ્રાહાણે તેને આશિર્વાદ આપે. તે શેઠે પણ મનહર સ્વરૂપ, ઉત્તમષ અને ગુણેના સમૂહથી અલકૃત તે પવિત્ર બ્રાહ્મણને, આસન પરથી ઉભા થઈ સાતઆઠ ડગલા તેની સન્મુખ જઈ સાષ્ટાંગ પણ કર્યા. અને તેને બહુમાન પૂર્વક બીજા ભદ્રાસન ઉપર બેસાડી પોતે પિતાનાં ભદ્રાસન ઉપર બેઠે. તેને ગુણેથી રંજિત થયેલા શેઠે બ્રાહ્મણને પૂછ્યું “હે બ્રાહ્મણ! આપ કયાંથી આવે છે? આપ કયા દેશના રહીશ છે ? અહીંયા આપશ્રીનું પધારવું શા કારણે થયું છે? કયા પુણ્યશાળીને ઘેર આપને ઉતારે છે? અને આપનું નામ શું છે?” આ પ્રમાણે ધનિકના પૂછવાથી તે બ્રાહ્મણ બે-ગી અને બ્રાહ્મણના પ્રતિ પાલક હે શેઠ ! હું કાશી દેશમાં વારાણસી નામની નગરીમાં બ્રાહ્મણના વકર્મમાં આસક્ત એ રહું છું અને સર્વે શાસ્ત્રોને ભણેલે હું ધર્મની રૂચિવાળા જેને પુરાણાદિકની કથાઓ સંભળાવવા વડે મારે કાલ સુખે જાય છે.
બીજું અનેક બ્રાહ્મણોને હું વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરાવું છું. તે નગરને રાજા પણ ભક્તિ પૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે અમુક ગામે પણ આપેલ છે તેથી હું સુખે રહું