________________
લક્ષમી અને સરસ્વતીને સંવાદ
[ ૨૫૧
મને જોઈ ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય ? જરા આવસ્થાથી ગ્રસિત વૃધ્ધ પણ મને ઉપાર્જન કરવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. તેમાં કેઈપણ તેને હસતું નથી. પરંતુ ઉલટી તેની પ્રસંશા કરે છે. અહો ! આ પુરૂષ વૃદ્ધ થયા છતાં પણ સ્વ ઉપાર્જિત ઘનથી જ પિતાને નિર્વાહ કરે છે, કેઈને પણ પરાધીન રહેતા નથી. જે પ્રાણીએ એક જ વખત મારું સ્વરૂપ જોયું છે તે તે જન્માંતરમાં પણ મને વિસર નથી અને તારું સ્વરૂપ તે ત્રણે કાલમાં ભૂલી જવાય છે, માટે હે સરસ્વતી ! મારી પાસે તારું માન કેટલું ? જે કદાચ મારી આ વાત પર તને વિશ્વાસ ન આવતું હોય તે આ સમીપમાં “શ્રી નિવાસ નામનું નગર છે, ત્યાં આપણે જઈએ.” ત્યાર પછી તે બને દેવીઓ નગરની પાસે રહેલા ઉદ્યાનમાં ગઈ. લક્ષ્મી બોલી, “હે સરસ્વતિ! તું કહે છે કે-હું જ જગતમાં મોટી છું તે તું જ પ્રથમ નગરમાં જા અને તારી શક્તિથી સર્વ લેકોને વશ કરી તારા આધીન બનાવ, પછી હું આવીશ. અને તને બતાવીશ કે તારે આધીન થયેલા લોકે મને સેવે છે કે-નહી? તેમાં આપણા બંનેમાંથી એકનું મહાવ જણાઈ અવાશે.
સરસ્વતી પોતાનો પ્રભાવ બતાવે છેત્યાર પછી સરસ્વતી મનહર, અદ્ભુત સ્વરૂપ વાળું અને વસ્ત્ર અલંકાર વગેરેથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી નગરમાં ગઈ. બજારમાં જતાં બ્રાહ્મણ રૂપે તેણે એક મોટે મહેલ છે, તેમાં કેડપતિ શેઠ રહેતું હતું, ત્યાં