________________
૨૪૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
છે—પહેલે દિવસે દીક્ષિત
જોઈ ચંડરૂદ્રાચાય વિચાર કરે થયેલા પણ આ શિષ્યની અહેા આવા પ્રકારની ક્ષમા છે, પણ મારી શ્રુતની સંપદા નિષ્ફળ ગઇ, ક્ષમાગુણથી રહિત મારા આચાય પણાને ધિક્કાર પડા. એમ આ પ્રમાણે બૈરાગ્યની વૃદ્ધિથી તે શિષ્યને ઉત્કૃષ્ટ ભક્તિ વડે ખમાવતા તે તેવા પ્રકારના ધ્યાનને પામ્યા કે જે ધ્યાનના પ્રભાવથી તે પણ કેવળી થયા. આ પ્રમાણે તે બન્ને કેવળી ભગવતા અનેક ભવ્ય જીવેાને પ્રતિખાધ કરી અજરામર પદને પામ્યા. આ પ્રમાણે ખમાવવુ અને ક્ષમા આપવાથી જીવા અત્યંત પાપના સમુદાયને ક્ષય કરનારા થાય છે.
ક્ષમા આપવામાં તત્પર સાધુ ભગવંત અનુપમ તપ અને સમાધિમાં આરૂઢ થઈ ઘણા ભવાના દુઃખ આપનાર કનિ ક્ષય કરતા વિચરે છે.
ઉપદેશ :—ખમવુ... અને ખમાવવું એ ઉપર શ્રેષ્ઠ મુનિવરોનું ફળ અહિંયા જાણી તમે પણ હુ ંમેશા તે પ્રમાણે આરાધનામાં એક ચિત્તવાળા થાઓ.
ચડદ્રાચાર્યની કથા ૧૭મી સમાપ્ત.
5
—સવેગ રંગસાલામાંથી.