________________
ચંડ રૂદ્રાચાર્યની કથા : ૧૦૭
[ ૨૪૭ સાધુએ કહ્યું,-હે ભગવંત ! મારા ઘણું સ્વજને અહિં રહે છે, તેથી નિર્વિને ધર્મ કરવા હું શક્તિમાન થઈશ નહિ, માટે આપણે બીજા ગામમાં જઈએ. ગુરૂએ એ પ્રમાણે થાય એમ અનુમતિ આપી. પછી ગુરુ ભગવંતે રસ્તે જેવા તેને મોકલ્યા. માર્ગ જોઈને તે આવ્યા પછી ગુરૂ ભગવંત ઘડપણથી કંપતા ધીમે પગલે ચાલતાં તે નવ દીક્ષિતના ખભા ઉપર જમણો હાથ ટેકવી ચાલવા લાગ્યા. રાત્રિમાં આંખે ઓછું દેખાવાથી માર્ગમાં વારંવાર પગની ખલના થવાથી અત્યંત કપાયમાન થયેલા ગુરુએ વારંવાર નવ દીક્ષિતને તિરસ્કાર કરી કહ્યું કે-શું તે આવો માર્ગ જે? એ પ્રમાણે વારંવાર કર્કશ વચન બોલતાં નવદીક્ષિતના માથામાં દંડથી પ્રહાર કરે છે. ત્યારે નવદીક્ષિત સાધુ હે! મહા પાપી એવા મેં આ મહાત્માને આવા પ્રકારના દુઃખરૂપી સમુદ્રમાં નાખ્યા, હું એક જ આ ધર્મના ભંડાર એવા આ આચાર્યને શિષ્યના બાનાથી શત્રુ જે થયે, મારા આ ખરાબ આચરણને ધિક્કાર પડો.” એ પ્રમાણે પિતાના આત્માને નિંદતા તેને એવી કેઈ શુભ ભાવના ઉત્પન્ન થઈ જે ભાવનાથી તેને નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી નિર્મળ કેવળજ્ઞાન થવાથી ત્રણે ભુવનના વસ્તુ સમુદાયને જાણનાર તે શિષ્ય તેવી રીતે માર્ગમાં ચાલવા લાગ્યા જેથી પગની ખલના થતી નથી.
હવે સવાર થયે છતે દંડના પ્રહારથી નીકળેલી લેહીની ધારાથી ખરડાયેલા પિતાના નવદિક્ષિત શિષ્યને