________________
૨૪૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કારણ વિના જ અચાનક જમણી આંખ ફરકી, તેથી તેને ઉપકારને વિચાર કરી તેના પગ ઉપર વિકાર રહિત બારીક સપને દંશ જોઈ તે મુનિવર વિચાર કરે છે-“આ જરૂર આવશે, કારણ કે સપ દંશવાનું સ્થાન વિરૂદ્ધ નથી, શાસ્ત્રમાં મસ્તક વિગેરે સ્થાને વિરૂદ્ધ કહેલા છે. તે આ પ્રમાણે માથામાં, લિંગમાં, દાઢીમાં, કંઠમાં, આંખની નજીકના ભાગમાં, ગુદામાં, સ્તનમાં, હોઠમાં, વક્ષસ્થળમાં, આંખમાં ભ્રમરમાં, નાભિમાં, નાક ઉપર, હાથ અને પગના તલિયામાં, ખભા ઉપર, બગલમાં, આંખમાં, કપાલમાં અને કેશની સંધિઓમાં સર્પ ડશે તે તે યમને ઘેર જાય છે. તેમજ પાંચમ, આઠમ, નેમ, છઠ્ઠ અને ચૌદશ તિથિને વિષે સપડસે તે પંદર દિવસમાં જ મરણ પામે છે, આજે તિથિ પણ વિરૂધ્ધ નથી. નક્ષત્રમાં પણ મઘા, વિશાખા, મૂલ, અશ્લેષા રેહિણી, આદ્રા, કૃતિકા, આટલા નક્ષત્રે વિરૂધ્ધ છે અને આજે આ મુહૂતમાં વિરૂધ્ધ નક્ષત્ર પણ નથી. બીજું પણ પૂર્વાચાર્યો શુભાશુભ નિમિત્તને પણ અહિંયા કહે છે-જેમ સપડશેલા મનુષ્યને ધ્રુજારી, લાલ નીકળે, બગાસું ખાય, આંખો લાલ થાય, મૂર્છા પામે, શરીર તૂટે, ગાલ શ્યામ થાય, શરીર નિસ્તેજ થાય, હેડકી આવે અને શરીરને ઠંડુ પડે તે જલદી મરણ પામે છે આ વિરૂદ્ધ નિમિત્ત પણ નથી, તેથી આ વિષને પ્રતિકાર-ઉપાય કરાય કારણ કે- જિન ધર્મ દયા પ્રધાન છે –આમ વિચાર કરી મુનિવર ધ્યાનમાં સ્થિર નેત્ર કરી વિષને નાશ કરનાર સૂત્ર વિશેષ ગણવા લાગ્યા. હવે તે મુનિ શરદઋતુના ચંદ્રમાની શાંત વિસ્તારવાળી પ્રભાની જેમ શેભતી અમૃ