________________
૨૪૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મહા ધર્મ
અને ત્યાગ
થા ઉપર
હે ભદ્ર! ધર્મ રહિત મનુષ્યનું જીવન પ્રશંસનીય નથી. તે ઘરની આસક્તિનો ત્યાગ કર અને સંગ રહિત એવા ઉત્તમ સાધુ થા. ત્યાર પછી માથા ઉપર હાથની અંજલી જેડી તેણે કહ્યું કે હે–ભગવંત! એ પ્રમાણે હું કરૂં પણ નાનાભાઈ ઉપર રાગ મારા મનને દુઃખી કરે છે. તેથી તે તેની સાથે કોઈપણ રીતે મેળાપ થાય તે શલ્ય રહિત બની એક ચિત્તવાળે હું દિક્ષાને સ્વીકાર કરું
મુનિ ભગવંતે કહ્યું કે હે–ભદ્રજે તું ઝેરથી મર્યો હત તે કેવી રીતે નાનાભાઈને દેખત, એથી નિરર્થક એવા આ બંધુને રાગ તું ત્યાગ કર અને નિષ્પાપ એવા સંયમ ધમને ગ્રહણ કર. આ સંસારમાં ભાઈ, માતાપિતા ઉપર આ એક રાગ જેને દુઃખ આપનાર છે. આ પ્રમાણે મુનિવરનું વચન સાંભળીને તે સ્વયંભુદત્ત વિનયથી નગ્ન થઈ દીક્ષા ગ્રહણ કરે છે અને તે વિવિધ પ્રકારની તપશ્ચર્યાને કરે છે. તેમજ ગામ ખાણ નગરથી ભરેલી પૃથ્વી તલ ઉપર ગુરૂ ભગવંત સાથે વિચરે છે. આ પ્રમાણે તે મહા સત્વશાળી દુષ્કર પરિસહ રૂપી સેનાને સહન કરે છે તેમજ લાંબા કાળ સુધી પૃથ્વીમાં વિચરી જ્ઞાન દર્શનના ઉપગવાળા તે પિતાનું અપ આયુષ્ય જાણી ગુરુની આજ્ઞાથી ચારે આહારનો ત્યાગ રૂપ અનશનને સ્વીકારે છે. ગુરૂએ તેને કહ્યું- હેમહાભાગ્યશાળી! અંત સમયે વિશેષ પ્રકારે આરાધના વાળું વિધાન ઘણુ જ પુણ્યના ઉદયથી મળે છે, તે સ્વજનમાં ઉપધિમાં કુલમાં ગચ્છમાં