________________
સુલસા શ્રાવિકાની કથાઃ ૧૦૪
[ ૨૨૧ અને અપૂર્ણ એમ અધુરા મરથવાળે ત્યાંથી તે પાછો ફરી, ચટક રાજાને બધું વૃત્તાંત નિવેદન કરી પોતાને ઘેર ગયે. શ્રેણિક રાઝ શીધ્ર રાજગૃહમાં આવી અતિ સ્નેહથી ચિલણ સાથે ગંધર્વ વિવાહથી લગ્ન કર્યા, ત્યાર પછી નાગસારથી અને સુલસા અને રાજાના મુખથી પુત્રના મરણને વૃત્તાંત સાંભળીને પુત્રના મરણના દુઃખથી દુઃખી થયેલા અત્યંત વિલાપ કરે છે. તે વખતે શેકસાગરમાં
બેલા તેઓને બોધ કરવા માટે અભયકુમાર સહિત શ્રેણિક રાજા ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. અરે તમે વિવેકવાળા છે. તમારે આ શેક કરવો ઉચિત નથી કારણ કે આ સંસારમાં જે કાંઈ પણ ભાવ દેખાય છે. તે સર્વે નાશ પામવાના સ્વભાવવાળા છે. મૃત્યુ તે સર્વેને સાધારણ રીતે આવવાનું હોવાથી તમારે શેકને ત્યાગ કરી સર્વ ધર્મના સારભૂત ધીરતાને ધારણ કરવી જોઈએ, આ પ્રમાણે વૈરાગ્યવાન વચનોથી બન્ને જણાને પ્રતિબંધ કરી અભયકુમાર મંત્રી સાથે રાજા પિતાના મહેલમાં આવ્યું. ત્યાર પછી તે દંપતિ પણ આ સર્વે પૂર્વે કરેલા પાપ કર્મોને વિપાક છે એમ માની શેકને ત્યાગ કરી વિશેષે કરી ધમકાર્યમાં ઉદ્યમશીલ થયા.
હવે એક વખત ચંપાપુરીમાં શ્રી વીરજિનેશ્વર પધાર્યા. પર્ષદ ભેગી થઈ. ભગવંતે દેશના પ્રારંભ કર્યો. તે વખતે શ્રી વીર ભગવંતને શ્રેષ્ઠ શ્રાવક દંડ, છત્ર, ભગવા વસ્ત્રને ધારણ કરનાર જે અંબડ નામે પરિવ્રાજક યેગી હવે તે ત્યાં આવી ભગવંતને નમસ્કાર કરી ગ્ય સ્થાને બેસી